પંજાબ બોર્ડર પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: BSFની કાર્યવાહીમાં બે પાકિસ્તાની ઘુસણખોર ઠાર, ગુજરાત બોર્ડર પર પણ એલર્ટ PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર કરી વાત: “હુમલા સમયે હનુમાન ચાલીસા વાંચતો હતો, ભગવાને શક્તિ આપી” ઉમિયા ચોક નજીકથી રૂ.3.51 લાખનો કોપર સ્ક્રેપ ચોરનાર ટોળકી ઝડપાઈ: સગીર સહિત 7 શખસોની ધરપકડ, રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યું, LPGનો વપરાશ ઘટ્યો: PNG તરફ વધતા વલણની અસર વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર: ભારતની પ્રથમ ટક્કર 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે, 10મીએ પાકિસ્તાન સાથે મુકાબલો યુક્રેન યુદ્ધ ખતમ કરવા PM મોદીના ‘બહેતરીન આઈડિયા’: પુતિને કરી પ્રશંસા, કહ્યું- બંને પક્ષોને સ્વીકાર્ય સમાધાન માટે પ્રયાસ

વિદેશ અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓને ₹125 કરોડની સ્કોલરશિપ

શૈક્ષણિક વર્ષ 2025-26માં વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓને વિવિધ દેશોની યુનિવર્સિટીઓમાંથી કુલ ₹125 કરોડની સ્કોલરશિપ મળી છે. વધતી ટ્યુશન ફી અને રહેવાના ખર્ચ વચ્ચે આ સ્કોલરશિપ વિદ્યાર્થીઓ માટે મોટી આર્થિક રાહત બની છે.

સ્કોલરશિપમાં યુકેનો સૌથી મોટો હિસ્સો છે. કુલ રકમમાંથી ₹113 કરોડથી વધુ એટલે કે 90%થી વધુ સ્કોલરશિપ બ્રિટનની યુનિવર્સિટીઓએ આપી છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા ₹3.95 કરોડ, UAE ₹3.86 કરોડ અને આયર્લેન્ડ ₹1.20 કરોડ સાથે આગળ છે.

યુકેમાં વાર્ષિક ટ્યુશન ફી ₹11 લાખથી ₹48 લાખ સુધી પહોંચતી હોવાથી ₹6થી ₹19 લાખ સુધીની સ્કોલરશિપ વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોનનો બોજ ઘટાડવામાં મદદરૂપ થઈ રહી છે.

અમેરિકા-કેનેડા જેવા દેશોમાં વિઝા અને ઇમિગ્રેશનના નિયમો કડક બનતા ભારતીય વિદ્યાર્થીઓ હવે સ્કોલરશિપને પ્રાથમિકતા આપી નવા દેશો અને યુનિવર્સિટીઓ તરફ નજર કરી રહ્યા છે. આગામી સમયમાં વિદેશ અભ્યાસ માટે યુનિવર્સિટી પસંદગીમાં સ્કોલરશિપ મહત્વની ભૂમિકા ભજવશે.

Leave a Comment

और पढ़ें