બાંકીપુર પેટાચૂંટણી બાદ દિલ્હીમાં રાજકીય ચર્ચા તેજ: PM મોદી અને નીતીશકુમાર વચ્ચે 15 મિનિટ બેઠક

નવી દિલ્હી: બિહારની બાંકીપુર પેટાચૂંટણીમાં ભાજપને મળેલા પરાજય બાદ એનડીએમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીનની ખાલી પડેલી બેઠક પર જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરની જીત બાદ દિલ્હીમાં યોજાયેલી એનડીએ સંસદીય દળની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ મુખ્યમંત્રી નીતીશકુમાર વચ્ચે આશરે 15 મિનિટ સુધી ચર્ચા થઈ હતી.

બેઠક દરમિયાન જનતા દળ (યુ)ના વરિષ્ઠ નેતા સંજય ઝા પણ હાજર રહ્યા હતા. બાંકીપુર બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાની માનાતી હતી, કારણ કે નિતીન નબીન વર્ષોથી આ બેઠક પરથી ચૂંટાતા આવ્યા હતા.

આ પરાજય બાદ બિહારમાં એનડીએના રાજકીય સમીકરણોને લઈને ચર્ચા શરૂ થઈ છે. રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન બાદ આ પ્રથમ મહત્વપૂર્ણ પેટાચૂંટણીમાં ભાજપને મળેલા પરિણામે પાર્ટીની ચિંતા વધારી છે.

જનતા દળ (યુ)ના ધારાસભ્ય અનંતકુમારે પણ નિવેદન આપતાં કહ્યું કે નીતીશકુમારને બિહારની સક્રિય રાજનીતિથી દૂર કરવાના નિર્ણયની અસર ચૂંટણી પરિણામમાં જોવા મળી છે. તેમના મતે, જો નીતીશકુમારને જવાબદારી સોંપવામાં આવી હોત તો પરિણામ અલગ હોઈ શકતું હતું. જનતા પણ તેમની સાથે થયેલા વર્તનને યોગ્ય માનતી નથી તેવી ટિપ્પણી તેમણે કરી હતી.

Leave a Comment

और पढ़ें