કપિલ શર્માના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં શાહિદ કપૂર, ઈશાન અને મીરા રાજપૂતની ધમાલ

‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં શાહિદ-ઈશાનનો ‘ઝિંગાટ’ પર ડાન્સ; ‘ઉડતા પંજાબ’નો કિસ્સો સંભળાવી શાહિદે દર્શકોને હસાવ્યા

મનોરંજન જગતના લોકપ્રિય કોમેડી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં આ વખતે બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર, તેનો ભાઈ ઈશાન ખટ્ટર અને પત્ની મીરા રાજપૂત જોવા મળશે. નેટફ્લિક્સ પર પ્રસારિત થનારા આ ખાસ એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે, જેમાં ત્રણેય કલાકારોની મસ્તી અને કપિલ શર્મા સાથેની રમૂજી વાતચીતની ઝલક જોવા મળે છે.

પ્રોમોમાં શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટર ધમાકેદાર અંદાજમાં શોમાં એન્ટ્રી કરતા જોવા મળે છે. બંને ભાઈઓ ફિલ્મ ‘ધડક’ના લોકપ્રિય ગીત ‘ઝિંગાટ’ પર ડાન્સ કરીને માહોલ જમાવે છે. તેમની સાથે મીરા રાજપૂતની હાજરી એપિસોડને વધુ ખાસ બનાવે છે.

‘ઉડતા પંજાબ’નો કિસ્સો સાંભળીને કપિલે કરી મજાક

શો દરમિયાન શાહિદ કપૂરે પોતાની ફિલ્મ ‘ઉડતા પંજાબ’ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. તેણે જણાવ્યું કે જ્યારે મીરા તેની સાથે આ ફિલ્મ જોવા બેઠી હતી ત્યારે શરૂઆતમાં તે તેની બાજુમાં જ બેઠી હતી. જોકે, ફિલ્મ પૂરી થતાં સુધીમાં મીરા સોફાના બીજા છેડે જઈને બેઠી હતી.

શાહિદની આ વાત સાંભળીને કપિલ શર્માએ પણ રમૂજી ટિપ્પણી કરી હતી. કપિલે મજાકમાં કહ્યું કે જો મીરાએ શાહિદની ફિલ્મ ‘કબીર સિંહ’ જોઈ હોત તો કદાચ તે તેનાથી પણ વધુ દૂર જતી રહી હોત. કપિલની આ ટિપ્પણીથી શોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

31 ઑક્ટોબરે નેટફ્લિક્સ પર થશે પ્રસારણ

શાહિદ, ઈશાન અને મીરાની મસ્તીથી ભરપૂર આ દિવાળી સ્પેશિયલ એપિસોડ 31 ઑક્ટોબરે રાત્રે 8 વાગ્યે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાનો છે. બોલિવૂડના આ ત્રણેય મહેમાનો સાથે કપિલ શર્માની રમૂજી વાતચીત અને મનોરંજનની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Leave a Comment

और पढ़ें