આધારમાં નામ બદલવા માટે હવે અલગ-અલગ દસ્તાવેજો જરૂરી : નાની ભૂલથી લઈને આખું નામ બદલવા સુધીના નિયમો બદલાયા ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ PM મોદીને ગણાવ્યા ‘વિષ્ણુના અવતાર’ : બે પાનાના પત્રમાં વ્યક્ત કરી પ્રશંસા ‘ક્રેક્સ’ બ્રાન્ડની DFM Foods ખરીદવા બાલાજી વેફર્સ સહિતની દિગ્ગજ કંપનીઓ મેદાનમાં : રૂ.5,000-5,500 કરોડના સોદાની શક્યતા એરટેલના પોસ્ટપેઈડ પ્લાન રૂ.50 સુધી મોંઘા થયા : 8 ઓક્ટોબરથી નવા ટેરિફ લાગુ એરટેલના પોસ્ટપેઈડ પ્લાન રૂ.50 સુધી મોંઘા થયા : 8 ઓક્ટોબરથી નવા ટેરિફ લાગુ ફ્લાય દુબઈની તેલઅવીવ વિમાની સેવા ફરી શરૂ કરવાની માંગ ઈઝરાયેલે ફગાવી : પાઈલોટ હાઈજેકિંગ કાવતરાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક

T20ના એક કેલેન્ડર યરમાં સૌથી વધુ રનઃ ઈશાન કિશને વિરાટ કોહલીને પાછળ છોડી ઈતિહાસ રચ્યો

2026માં 1615 રન સાથે ઈશાન ટોચ પરઃ કોહલીનો 2016નો 1614 રનનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

લખનૌમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી પ્રથમ T20 મેચ દરમિયાન ઈશાન કિશને ભલે 27 બોલમાં 37 રનની ઇનિંગ રમી હોય, પરંતુ આ ઇનિંગ સાથે તેણે ભારતીય ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઈશાન હવે T20 ક્રિકેટમાં એક કેલેન્ડર યરમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચમાં ભારતે 8 વિકેટે શાનદાર જીત મેળવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. ભારતીય ટીમની જીતમાં કેપ્ટન શ્રેયસ અય્યરે મહત્વની ભૂમિકા ભજવી હતી. અય્યરે માત્ર 43 બોલમાં અણનમ 102 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે 172 રનનો લક્ષ્યાંક માત્ર 14.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

2026માં ઈશાનના 1615 રન

વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 37 રન બનાવ્યા બાદ ઈશાન કિશનના 2026ના T20 રનનો આંકડો 1615 પર પહોંચી ગયો છે. આ સાથે તેણે વિરાટ કોહલીનો વર્ષ 2016માં બનાવેલો 1614 રનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

વિરાટ કોહલીએ 2016માં T20 ક્રિકેટમાં 1614 રન બનાવ્યા હતા અને એક કેલેન્ડર યરમાં ભારતીય બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ એક દાયકાથી તેમના નામે હતો. હવે ઈશાન કિશને માત્ર એક રનના અંતરથી આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

ટોપ-5માં ઈશાન, કોહલી, અભિષેક અને સૂર્યકુમાર

T20માં એક કેલેન્ડર યરમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં ઈશાન કિશન 1615 રન સાથે પ્રથમ ક્રમે છે. વિરાટ કોહલી 1614 રન સાથે બીજા ક્રમે છે. અભિષેક શર્માએ વર્ષ 2025માં 1602 રન બનાવી ત્રીજું સ્થાન મેળવ્યું છે.

આ યાદીમાં સૂર્યકુમાર યાદવ પણ બે વખત સ્થાન ધરાવે છે. સૂર્યાએ 2022માં 1503 રન બનાવ્યા હતા, જ્યારે 2023માં તેમણે 1338 રન નોંધાવ્યા હતા. અભિષેક શર્માએ 2026માં અત્યાર સુધી 1395 રન બનાવ્યા છે.

શ્રેયસ અય્યરની શાનદાર સદી

મેચની વાત કરીએ તો ભારતના કેપ્ટન શ્રેયસ અય્યરે માત્ર 43 બોલમાં સદી ફટકારી હતી. આ તેની T20 ઈન્ટરનેશનલ કારકિર્દીની પ્રથમ સદી છે. અય્યરની અણનમ 102 રનની ઈનિંગમાં શાનદાર આક્રમક બેટિંગ જોવા મળી હતી. આ પ્રદર્શન માટે તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને 171 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે માત્ર 14.4 ઓવરમાં 8 વિકેટે મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે.

હવે 9 ઓક્ટોબરે બીજી T20

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સિરીઝની બીજી T20 મેચ હવે 9 ઓક્ટોબરે રમાશે. પ્રથમ મેચમાં જીત મેળવી ચૂકેલી ભારતીય ટીમ સિરીઝમાં પોતાની લીડ વધુ મજબૂત કરવા મેદાનમાં ઉતરશે.

T20માં એક કેલેન્ડર યરમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન:

  1. 1615 રન – ઈશાન કિશન (2026)
  2. 1614 રન – વિરાટ કોહલી (2016)
  3. 1602 રન – અભિષેક શર્મા (2025)
  4. 1503 રન – સૂર્યકુમાર યાદવ (2022)
  5. 1395 રન – અભિષેક શર્મા (2026)
  6. 1338 રન – સૂર્યકુમાર યાદવ (2023)

Leave a Comment

और पढ़ें