આધારમાં નામ બદલવા માટે હવે અલગ-અલગ દસ્તાવેજો જરૂરી : નાની ભૂલથી લઈને આખું નામ બદલવા સુધીના નિયમો બદલાયા ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ PM મોદીને ગણાવ્યા ‘વિષ્ણુના અવતાર’ : બે પાનાના પત્રમાં વ્યક્ત કરી પ્રશંસા ‘ક્રેક્સ’ બ્રાન્ડની DFM Foods ખરીદવા બાલાજી વેફર્સ સહિતની દિગ્ગજ કંપનીઓ મેદાનમાં : રૂ.5,000-5,500 કરોડના સોદાની શક્યતા એરટેલના પોસ્ટપેઈડ પ્લાન રૂ.50 સુધી મોંઘા થયા : 8 ઓક્ટોબરથી નવા ટેરિફ લાગુ એરટેલના પોસ્ટપેઈડ પ્લાન રૂ.50 સુધી મોંઘા થયા : 8 ઓક્ટોબરથી નવા ટેરિફ લાગુ ફ્લાય દુબઈની તેલઅવીવ વિમાની સેવા ફરી શરૂ કરવાની માંગ ઈઝરાયેલે ફગાવી : પાઈલોટ હાઈજેકિંગ કાવતરાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક

નવાગામમાં દારૂના ગોડાઉનનો પર્દાફાશ : બોલેરો અને ગોડાઉનમાંથી 2916 બોટલ ઝડપાઈ, 4 બુટલેગર ધરપકડમાં

રાજકોટમાં પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત કુવાડવા રોડ પોલીસે નવાગામમાં દારૂના ગોડાઉન પર દરોડો પાડી રૂ.18.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની કાર્યવાહીમાં બોલેરો ગાડીમાંથી 32 પેટી અને ગોડાઉનમાંથી 211 પેટી મળી કુલ 243 પેટી એટલે કે 2916 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

બાતમી મળતાં પોલીસ તાત્કાલિક ત્રાટકી

ડીસીપી હેતલ પટેલ દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ એ.એન. જાનીની રાહબરીમાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન નવાગામ બસ સ્ટેન્ડ પાસે લોકરક્ષક જયેશભાઈ કાસીયાણીયા અને એએસઆઈ ખોડુભા જાડેજાને બાતમી મળી હતી કે નવાગામ તળાવ રોડ પર કેશુબાપાના બગીચા પાસે શેરી નં.2માં આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંગ્રહિત છે.

બાતમીના આધારે પોલીસે ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચતા ગોડાઉન બહાર કેટલાક શખ્સો બોલેરો ગાડીમાં દારૂના બોક્સ ભરતા નજરે પડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ચારેયને ઝડપી લીધા હતા.

ચાર આરોપીઓ ઝડપાયા

પોલીસની પૂછપરછમાં ઝડપાયેલા શખ્સોની ઓળખ પાર્થ શૌલેષ સોલંકી (19), અજમલ ગોવિંદ પરમાર (25), આશિષ ઉર્ફે ધુપેશ ભગવાનજી જાપડીયા (23) અને રાહુલ મુકેશ મકવાણા (21) તરીકે થઈ હતી. ચારેય નવાગામ વિસ્તારના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ગોડાઉનમાંથી 211 પેટી દારૂનો જથ્થો મળ્યો

પોલીસે ગોડાઉનની આગળ પાર્ક કરેલી સફેદ રંગની બોલેરો ગાડીની તપાસ કરતાં પાછળના ભાગમાંથી 32 પેટીમાંથી 384 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

ત્યારબાદ ગોડાઉનની તલાશી લેતાં પ્લાસ્ટિકના બાચકામાં છુપાવેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ગોડાઉનમાંથી કુલ 211 પેટીમાંથી 2532 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

આમ, બોલેરો અને ગોડાઉનમાંથી કુલ 243 પેટી અને 2916 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂની કિંમત અને બોલેરો સહિત કુલ રૂ.18.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દારૂ ક્યાંથી આવ્યો? મુખ્ય સૂત્રધારની શોધખોળ

પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી દારૂના જથ્થા અંગે સઘન પૂછપરછ શરૂ કરી છે. આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના કહેવાથી ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો અને સમગ્ર નેટવર્ક પાછળ કોણ છે તે અંગે તપાસ ચાલી રહી છે. મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા કુવાડવા રોડ પોલીસે વધુ કવાયત હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें