આધારમાં નામ બદલવા માટે હવે અલગ-અલગ દસ્તાવેજો જરૂરી : નાની ભૂલથી લઈને આખું નામ બદલવા સુધીના નિયમો બદલાયા ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ PM મોદીને ગણાવ્યા ‘વિષ્ણુના અવતાર’ : બે પાનાના પત્રમાં વ્યક્ત કરી પ્રશંસા ‘ક્રેક્સ’ બ્રાન્ડની DFM Foods ખરીદવા બાલાજી વેફર્સ સહિતની દિગ્ગજ કંપનીઓ મેદાનમાં : રૂ.5,000-5,500 કરોડના સોદાની શક્યતા એરટેલના પોસ્ટપેઈડ પ્લાન રૂ.50 સુધી મોંઘા થયા : 8 ઓક્ટોબરથી નવા ટેરિફ લાગુ એરટેલના પોસ્ટપેઈડ પ્લાન રૂ.50 સુધી મોંઘા થયા : 8 ઓક્ટોબરથી નવા ટેરિફ લાગુ ફ્લાય દુબઈની તેલઅવીવ વિમાની સેવા ફરી શરૂ કરવાની માંગ ઈઝરાયેલે ફગાવી : પાઈલોટ હાઈજેકિંગ કાવતરાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક

એરટેલના પોસ્ટપેઈડ પ્લાન રૂ.50 સુધી મોંઘા થયા : 8 ઓક્ટોબરથી નવા ટેરિફ લાગુ

મુંબઈઃ દેશમાં ફરી એક વખત મોબાઈલ સેવાઓ મોંઘી થવાની શરૂઆત થઈ છે. દેશની અગ્રણી ટેલિકોમ કંપની એરટેલે પોતાના પોસ્ટપેઈડ ગ્રાહકો માટેના ટેરિફ પ્લાનમાં રૂ.50 સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. નવા દરો આવતીકાલે, 8 ઓક્ટોબરથી અમલમાં આવશે.

કંપનીએ તેના તમામ પોસ્ટપેઈડ પ્લાનના ભાવમાં વધારો કર્યો છે. જોકે, ભાવવધારા સાથે ગ્રાહકોને પાંચ દિવસનું આંતરરાષ્ટ્રીય રોમિંગ મફત આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

એરટેલના જણાવ્યા મુજબ, વર્ષમાં એક વખત મળનારા પાંચ દિવસના ફ્રી આંતરરાષ્ટ્રીય રોમિંગનો લાભ ગ્રાહકોને આશરે રૂ.2,000 સુધીનો ખર્ચ બચાવી શકે છે. કંપનીનો દાવો છે કે આ વધારાની કિંમત સામે ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય રોમિંગની સુવિધાનો લાભ મળશે.

નવા ટેરિફ લાગુ થયા બાદ એરટેલના પોસ્ટપેઈડ ગ્રાહકો માટે મોબાઈલ બિલમાં વધારો થશે. આ સાથે દેશમાં ફરી એક વખત ટેલિકોમ સેવાઓના ભાવ વધવાની શરૂઆત થઈ હોવાના સંકેતો પણ મળી રહ્યા છે.

Leave a Comment

और पढ़ें