આધારમાં નામ બદલવા માટે હવે અલગ-અલગ દસ્તાવેજો જરૂરી : નાની ભૂલથી લઈને આખું નામ બદલવા સુધીના નિયમો બદલાયા ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ PM મોદીને ગણાવ્યા ‘વિષ્ણુના અવતાર’ : બે પાનાના પત્રમાં વ્યક્ત કરી પ્રશંસા ‘ક્રેક્સ’ બ્રાન્ડની DFM Foods ખરીદવા બાલાજી વેફર્સ સહિતની દિગ્ગજ કંપનીઓ મેદાનમાં : રૂ.5,000-5,500 કરોડના સોદાની શક્યતા એરટેલના પોસ્ટપેઈડ પ્લાન રૂ.50 સુધી મોંઘા થયા : 8 ઓક્ટોબરથી નવા ટેરિફ લાગુ એરટેલના પોસ્ટપેઈડ પ્લાન રૂ.50 સુધી મોંઘા થયા : 8 ઓક્ટોબરથી નવા ટેરિફ લાગુ ફ્લાય દુબઈની તેલઅવીવ વિમાની સેવા ફરી શરૂ કરવાની માંગ ઈઝરાયેલે ફગાવી : પાઈલોટ હાઈજેકિંગ કાવતરાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક

‘ચૂંટણીના રાજકારણમાં ચમકવાની ઈચ્છા હોત તો બહુ પહેલાં મેદાનમાં આવી ગયો હોત’ : વડાપ્રધાન મોદી

2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પઃ ‘વી વીલ ડુ ઈટ’ના મંત્ર સાથે યુવાનોને આગળ વધવા આહ્વાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર જીવનમાં પોતાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં પોતાના રાજકીય અને સેવાકીય પ્રવાસને યાદ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, આ 25 વર્ષ દરમિયાન અનેક ચૂંટણીઓ આવી, પરંતુ દેશની જનતાએ તેમને હંમેશા સેવા માટે પસંદ કર્યા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “આજે હું જે કંઈ છું અને જ્યાં પણ છું, તેમાં સૌથી મોટું યોગદાન દેશની જનતાનું છે. મારા પર દેશના દરેક નાગરિકનો સૌથી મોટો હક છે.” તેમણે પોતાના માટે છેલ્લા 25 વર્ષને જનતાના વિશ્વાસ અને અનુભવની મૂડી ગણાવી હતી.

યુવા પેઢીને 2047ના ભારત માટે સંકલ્પબદ્ધ થવા હાકલ

યુવા પેઢીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે દેશને માત્ર સપના જોવાની નહીં, પરંતુ તેને સાકાર કરવાની ભાવના સાથે આગળ વધવું પડશે. આ માટે તેમણે ‘વી વીલ ડુ ઈટ’નો સંદેશ આપ્યો હતો.

તેમણે કહ્યું કે, ભારતને નવી ઊંચાઈએ લઈ જવા માટે દેશના યુવાનોમાં જોશ, જુસ્સો અને કંઈક કરી બતાવવાની ભાવના જરૂરી છે. દેશના વિકાસ માટે દરેક વ્યક્તિએ પોતાના ક્ષેત્રમાં યોગદાન આપવાની જરૂરિયાત પણ તેમણે વ્યક્ત કરી હતી.

‘આત્મશ્લાઘા કરતો નથી, 25 વર્ષ અનુભવની મૂડી છે’

વડાપ્રધાને પોતાના 25 વર્ષના કાર્યકાળ અંગે કહ્યું કે, તેઓ સરકારના વડા તરીકેના 25 વર્ષને લઈને આત્મશ્લાઘા કરતા નથી. તેમણે પોતાના ભૂતકાળને યાદ કરતાં કહ્યું કે, 25 વર્ષ પહેલાં 50 વર્ષની ઉંમરે તેઓ જંગલ અને પહાડી વિસ્તારોમાં આદિવાસીઓની સેવા સાથે જોડાયેલા હતા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના સંગઠન માટે કામ કર્યું હતું.

તેમણે કહ્યું કે, આ સમગ્ર સફરમાં તેમનો ઉદ્દેશ્ય સત્તા નહીં, પરંતુ સેવા અને સંગઠન માટે કામ કરવાનો રહ્યો છે.

‘મારો મિજાજ ચૂંટણીના રાજકારણમાં ચમકવાનો નહોતો’

પોતાની રાજકીય સફર અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમણે 25 વર્ષ પહેલાં અનેક ચૂંટણીઓ લડાવી હતી, પરંતુ પોતે એક પણ ચૂંટણી લડી નહોતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “ચૂંટણીના રાજકારણમાં ચમકવાની ઈચ્છા હોત તો બહુ પહેલાં મેદાનમાં આવી ગયો હોત, પરંતુ તે મારો મિજાજ ન હતો.”

તેમણે કહ્યું કે, જીવનમાં પોતે શું બનશે કે ભવિષ્યમાં શું મળશે તે અંગે તેમણે ક્યારેય વિચાર્યું નહોતું. તેમના માટે વ્યક્તિગત મહત્વાકાંક્ષા કરતાં દેશસેવાનું મિશન વધુ મહત્વનું રહ્યું છે.

ભારતને ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ

વડાપ્રધાને ભારતને વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સ્થાન અપાવવાના સંકલ્પનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારત હવે દરેક ક્ષેત્રમાં નવી ક્ષમતાઓ સાથે આગળ વધી રહ્યું છે અને આવનારા સમયમાં દેશ વધુ નવી ઊંચાઈઓ હાંસલ કરશે.

‘મેઈડ ઈન ઈન્ડિયા’ વિમાનનું સપનું

ભારતના ઉડ્ડયન ક્ષેત્રની વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક દિવસ ‘મેઈડ ઈન ઈન્ડિયા’ વિમાન ભારતના આકાશમાં ઉડતું જોવા મળશે. તેમણે કહ્યું કે, આજે ભારતીય પાઈલોટોનો જુસ્સો સમગ્ર દુનિયા જોઈ રહી છે અને ભારતની ક્ષમતા સતત વધી રહી છે.

ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આતંકવાદ સામે ભારતની કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આતંકીઓના આકાઓને તેમના ઘરમાં ઘૂસીને જવાબ આપવામાં આવ્યો હતો.

વડાપ્રધાને વિકસિત ભારતના નિર્માણ સાથે દેશમાં ઓલિમ્પિકનું આયોજન કરવાના સંકલ્પનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દેશની જનતાને આગામી વર્ષોમાં ભારતને નવી ઊંચાઈઓ સુધી લઈ જવા માટે એકસાથે આગળ વધવાનો સંદેશ આપ્યો હતો.

Leave a Comment

और पढ़ें