આધારમાં નામ બદલવા માટે હવે અલગ-અલગ દસ્તાવેજો જરૂરી : નાની ભૂલથી લઈને આખું નામ બદલવા સુધીના નિયમો બદલાયા ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ PM મોદીને ગણાવ્યા ‘વિષ્ણુના અવતાર’ : બે પાનાના પત્રમાં વ્યક્ત કરી પ્રશંસા ‘ક્રેક્સ’ બ્રાન્ડની DFM Foods ખરીદવા બાલાજી વેફર્સ સહિતની દિગ્ગજ કંપનીઓ મેદાનમાં : રૂ.5,000-5,500 કરોડના સોદાની શક્યતા એરટેલના પોસ્ટપેઈડ પ્લાન રૂ.50 સુધી મોંઘા થયા : 8 ઓક્ટોબરથી નવા ટેરિફ લાગુ એરટેલના પોસ્ટપેઈડ પ્લાન રૂ.50 સુધી મોંઘા થયા : 8 ઓક્ટોબરથી નવા ટેરિફ લાગુ ફ્લાય દુબઈની તેલઅવીવ વિમાની સેવા ફરી શરૂ કરવાની માંગ ઈઝરાયેલે ફગાવી : પાઈલોટ હાઈજેકિંગ કાવતરાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક

ફ્લાય દુબઈની તેલઅવીવ વિમાની સેવા ફરી શરૂ કરવાની માંગ ઈઝરાયેલે ફગાવી : પાઈલોટ હાઈજેકિંગ કાવતરાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક

ફ્લાય દુબઈની દુબઈથી તેલઅવીવ જતી ફ્લાઈટને હાઈજેક કરીને ક્રેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા બાદ ઈઝરાયેલે ગલ્ફ દેશોમાંથી આવતી વિમાની સેવાઓ અંગે સુરક્ષા વધુ કડક કરી છે. આ ઘટનાના પગલે ફ્લાય દુબઈ દ્વારા દુબઈ-તેલઅવીવ વિમાની સેવા ફરી શરૂ કરવાની કરવામાં આવેલી ઓફરને ઈઝરાયેલે નકારી કાઢી છે.

એક સપ્તાહ પહેલાં બનેલી આ ઘટનામાં 176 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથેની ફ્લાઈટને હાઈજેક કરવાનો પ્રયાસ થયો હતો. અહેવાલ મુજબ, કથિત કટ્ટરવાદી ઓમાની પાઈલોટ તમામ સુરક્ષા સ્ક્રીનિંગને પાર કરીને ફ્લાઈટનો પાઈલોટ બનવામાં સફળ રહ્યો હતો.

ઈઝરાયેલના અધિકારીઓ ફ્લાય દુબઈની ભૂમિકા અંગે પણ ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. કથિત રીતે પાઈલોટ વિરુદ્ધ અગાઉ અનેક નેગેટિવ રિપોર્ટ હોવા છતાં તેને ફ્લાઈટ ઉડાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેને ખાસ કરીને તેલઅવીવ જતી સેવા માટે પણ નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ કારણે ઈઝરાયેલ ફ્લાય દુબઈ સાથે સંકળાયેલા સુરક્ષા પાસાંની પણ સંપૂર્ણ તપાસ કરવા માંગે છે.

UAE એજન્સીઓ તપાસમાં

હાલમાં UAEની સંબંધિત એજન્સીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. કથિત પાઈલોટ હમામ અલ હમામી તેમના કબજામાં હોવાનું જણાવાઈ રહ્યું છે. તપાસ દરમિયાન તેની પાસેથી શું માહિતી અથવા કબૂલાત મળી છે તે અંગે હજુ સત્તાવાર રીતે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.

આ ઘટનાને પગલે ઈઝરાયેલે ફ્લાય દુબઈની સેવા ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેતા પહેલાં સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા અને ઘટનાની વિગતવાર તપાસ પર ભાર મૂક્યો છે.

Leave a Comment

और पढ़ें