આધારમાં નામ બદલવા માટે હવે અલગ-અલગ દસ્તાવેજો જરૂરી : નાની ભૂલથી લઈને આખું નામ બદલવા સુધીના નિયમો બદલાયા ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ PM મોદીને ગણાવ્યા ‘વિષ્ણુના અવતાર’ : બે પાનાના પત્રમાં વ્યક્ત કરી પ્રશંસા ‘ક્રેક્સ’ બ્રાન્ડની DFM Foods ખરીદવા બાલાજી વેફર્સ સહિતની દિગ્ગજ કંપનીઓ મેદાનમાં : રૂ.5,000-5,500 કરોડના સોદાની શક્યતા એરટેલના પોસ્ટપેઈડ પ્લાન રૂ.50 સુધી મોંઘા થયા : 8 ઓક્ટોબરથી નવા ટેરિફ લાગુ એરટેલના પોસ્ટપેઈડ પ્લાન રૂ.50 સુધી મોંઘા થયા : 8 ઓક્ટોબરથી નવા ટેરિફ લાગુ ફ્લાય દુબઈની તેલઅવીવ વિમાની સેવા ફરી શરૂ કરવાની માંગ ઈઝરાયેલે ફગાવી : પાઈલોટ હાઈજેકિંગ કાવતરાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક

આધારમાં નામ બદલવા માટે હવે અલગ-અલગ દસ્તાવેજો જરૂરી : નાની ભૂલથી લઈને આખું નામ બદલવા સુધીના નિયમો બદલાયા

આધાર કાર્ડમાં નામ સુધારવા અથવા તેમાં ફેરફાર કરવા માટે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) દ્વારા અલગ-અલગ પરિસ્થિતિ મુજબ જરૂરી દસ્તાવેજો નક્કી કરવામાં આવ્યા છે. હવે દરેક પ્રકારના નામ સુધારા માટે એક જ દસ્તાવેજ માન્ય રહેશે નહીં. નામમાં કરવામાં આવતા ફેરફારના પ્રકાર મુજબ ઓળખનો પુરાવો, સંબંધનો પુરાવો, એફિડેવિટ અથવા ગેઝેટ નોટિફિકેશન રજૂ કરવું પડી શકે છે.

નાની ભૂલ માટે એક માન્ય ઓળખપત્ર પૂરતું

નામના સ્પેલિંગમાં નાની ભૂલ સુધારવી હોય, વચલું નામ અથવા અટક ઉમેરવી કે દૂર કરવી હોય અથવા નામના ક્રમમાં ફેરફાર કરવો હોય તો તેને નાનો ફેરફાર ગણવામાં આવશે. આવા કિસ્સામાં એક માન્ય ઓળખ દસ્તાવેજ રજૂ કરવો પડશે.

સગીરના કિસ્સામાં કુટુંબના મુખીના આધાર સાથે સંબંધનો પુરાવો પણ ઉપયોગમાં લઈ શકાય છે.

આધાર ઓપરેટરની ભૂલ હોય તો અલગ પ્રક્રિયા

જો અરજદારે સાચા દસ્તાવેજો આપ્યા હોવા છતાં આધાર બનાવતી વખતે અથવા નામ અપડેટ કરતી વખતે ઓપરેટર દ્વારા ખોટી વિગતો દાખલ થઈ ગઈ હોય, તો આવી સ્થિતિમાં અલગ પ્રક્રિયા લાગુ પડશે.

UIDAI દ્વારા નિર્ધારિત ફોર્મેટ મુજબ પુખ્ત વયના વ્યક્તિ તેમજ બાળકો માટે એફિડેવિટ રજૂ કરવું પડી શકે છે. સાથે ઓળખ અથવા સંબંધનો પુરાવો પણ માંગવામાં આવી શકે છે. સુધારા બાદ નોંધાવાતું નામ અગાઉ રજૂ કરાયેલા દસ્તાવેજો સાથે સુસંગત હોવું જરૂરી રહેશે. દસ્તાવેજો અને રેકોર્ડમાં તફાવત જણાશે તો અરજી નામંજૂર થઈ શકે છે.

આખું નામ બદલવું હોય તો ગેઝેટ નોટિફિકેશન જરૂરી

જો કોઈ વ્યક્તિ પોતાનું આખું નામ બદલવા માંગે અને તેના કારણે તેની ઓળખમાં મોટો ફેરફાર થતો હોય, તો તેને મોટો ફેરફાર ગણવામાં આવશે. આવા કિસ્સામાં કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગેઝેટ નોટિફિકેશન (રાજપત્ર સૂચના) તેમજ ઓળખનો પુરાવો રજૂ કરવો પડશે.

લગ્ન બાદ અટક બદલવા માટે પણ પુરાવો જરૂરી

લગ્ન બાદ અટક અથવા નામમાં ફેરફાર કરનાર વ્યક્તિએ ઓળખના પુરાવા સાથે એફિડેવિટ રજૂ કરવું પડશે. એફિડેવિટમાં નામમાં ફેરફાર લગ્નના કારણે કરવામાં આવી રહ્યો છે તે સ્પષ્ટ કરવું પડશે.

જોકે આવા કિસ્સામાં માન્ય મેરેજ સર્ટિફિકેટ પણ સ્વીકારવામાં આવી શકે છે. તેવી જ રીતે છૂટાછેડા બાદ અટક અથવા નામમાં ફેરફાર કરવા માટે પણ સંબંધિત દસ્તાવેજ અથવા પુરાવો રજૂ કરવો પડશે.

નામ સુધારતા પહેલાં દસ્તાવેજો ચકાસવા જરૂરી

આધારમાં નામમાં ફેરફાર કરવા માટે અરજી કરતા પહેલાં કયા પ્રકારનો ફેરફાર છે તે મુજબ જરૂરી દસ્તાવેજ તૈયાર રાખવા જરૂરી બનશે. ખાસ કરીને મોટા ફેરફાર અથવા લગ્ન-છૂટાછેડા બાદ નામ બદલવાના કિસ્સામાં યોગ્ય પુરાવા વિના અરજી કરવામાં આવે તો પ્રક્રિયામાં મુશ્કેલી આવી શકે છે.

Leave a Comment

और पढ़ें