આધારમાં નામ બદલવા માટે હવે અલગ-અલગ દસ્તાવેજો જરૂરી : નાની ભૂલથી લઈને આખું નામ બદલવા સુધીના નિયમો બદલાયા ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ PM મોદીને ગણાવ્યા ‘વિષ્ણુના અવતાર’ : બે પાનાના પત્રમાં વ્યક્ત કરી પ્રશંસા ‘ક્રેક્સ’ બ્રાન્ડની DFM Foods ખરીદવા બાલાજી વેફર્સ સહિતની દિગ્ગજ કંપનીઓ મેદાનમાં : રૂ.5,000-5,500 કરોડના સોદાની શક્યતા એરટેલના પોસ્ટપેઈડ પ્લાન રૂ.50 સુધી મોંઘા થયા : 8 ઓક્ટોબરથી નવા ટેરિફ લાગુ એરટેલના પોસ્ટપેઈડ પ્લાન રૂ.50 સુધી મોંઘા થયા : 8 ઓક્ટોબરથી નવા ટેરિફ લાગુ ફ્લાય દુબઈની તેલઅવીવ વિમાની સેવા ફરી શરૂ કરવાની માંગ ઈઝરાયેલે ફગાવી : પાઈલોટ હાઈજેકિંગ કાવતરાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક

ખાંડના ભાવમાં તેજી વચ્ચે સરકારનો મોટો નિર્ણય શક્યઃ શેરડીમાંથી ઇથેનોલ ઉત્પાદન પર લાગી શકે રોક

દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાંડના ભાવમાં સતત વધારો નોંધાતા કેન્દ્ર સરકાર હવે ભાવને કાબૂમાં લેવા માટે શેરડીમાંથી ઇથેનોલના ઉત્પાદન પર નિયંત્રણ મૂકવાની વિચારણા કરી રહી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક બજારમાં ખાંડનો પૂરતો જથ્થો જળવાઈ રહે અને આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

1 નવેમ્બરથી નવા નિયમો લાગુ થવાની શક્યતા

ઇથેનોલનું નવું ઉત્પાદન વર્ષ 1 નવેમ્બરથી શરૂ થવાનું છે. આ સમયથી શેરડીમાંથી ઇથેનોલ બનાવવા અંગે નવા નિયમો અથવા નિયંત્રણો લાગુ કરવામાં આવી શકે છે. સરકાર દ્વારા આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

30 લાખ ટન જેટલી ખાંડ ઇથેનોલ ઉત્પાદનમાં વપરાઈ

ચાલુ વર્ષે શેરડીમાંથી ઇથેનોલના ઉત્પાદન માટે અંદાજે 30 લાખ ટન જેટલી ખાંડનો ઉપયોગ થયો છે, જે દેશના કુલ ખાંડ ઉત્પાદનના આશરે 10 ટકા જેટલો હિસ્સો છે. બીજી તરફ, ખાંડનો ભાવ વધીને આશરે રૂ.70 પ્રતિ કિલો સુધી પહોંચતા સરકાર દ્વારા ભાવ નિયંત્રણ માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

ઓછા વરસાદથી શેરડીના ઉત્પાદન પર અસરની શક્યતા

મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા મુખ્ય શેરડી ઉત્પાદક રાજ્યોમાં ઓછા વરસાદને કારણે આગામી સિઝનમાં શેરડીના ઉત્પાદન પર અસર થવાની આશંકા છે. જો ઉત્પાદન ઘટશે અને ખાંડનો જથ્થો પણ ઓછો રહેશે, તો ભાવમાં વધુ વધારો થવાની શક્યતા હોવાથી સરકાર સાવચેતીના પગલાં લઈ રહી છે.

C-હેવી મોલાસિસથી જ ઇથેનોલ બનાવવાની મંજૂરી મળી શકે

નવા નિયમો હેઠળ ખાંડ મિલોને શેરડીમાંથી ઇથેનોલ બનાવવા માટે માત્ર C-હેવી મોલાસિસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે. C-હેવી મોલાસિસમાં ખાંડનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ પગલાથી ખાંડના પુરવઠા પર થતી અસર ઘટાડવાનો સરકારનો પ્રયાસ રહેશે.

20% ઇથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્ય યથાવત રહેશે

જોકે શેરડી આધારિત ઇથેનોલના ઉત્પાદન પર નિયંત્રણ મૂકવાની વિચારણા થઈ રહી છે, તેમ છતાં પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણના લક્ષ્યને અસર ન થાય તે માટે મકાઈ અને ચોખામાંથી ઇથેનોલનું ઉત્પાદન વધારવામાં આવી શકે છે. આમ, ખાંડના સ્થાનિક પુરવઠાને જાળવી રાખવાની સાથે ઇથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્ય પણ જાળવી રાખવાનો સરકારનો પ્રયાસ રહેશે.

Leave a Comment

और पढ़ें