આધારમાં નામ બદલવા માટે હવે અલગ-અલગ દસ્તાવેજો જરૂરી : નાની ભૂલથી લઈને આખું નામ બદલવા સુધીના નિયમો બદલાયા ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ PM મોદીને ગણાવ્યા ‘વિષ્ણુના અવતાર’ : બે પાનાના પત્રમાં વ્યક્ત કરી પ્રશંસા ‘ક્રેક્સ’ બ્રાન્ડની DFM Foods ખરીદવા બાલાજી વેફર્સ સહિતની દિગ્ગજ કંપનીઓ મેદાનમાં : રૂ.5,000-5,500 કરોડના સોદાની શક્યતા એરટેલના પોસ્ટપેઈડ પ્લાન રૂ.50 સુધી મોંઘા થયા : 8 ઓક્ટોબરથી નવા ટેરિફ લાગુ એરટેલના પોસ્ટપેઈડ પ્લાન રૂ.50 સુધી મોંઘા થયા : 8 ઓક્ટોબરથી નવા ટેરિફ લાગુ ફ્લાય દુબઈની તેલઅવીવ વિમાની સેવા ફરી શરૂ કરવાની માંગ ઈઝરાયેલે ફગાવી : પાઈલોટ હાઈજેકિંગ કાવતરાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક

રશિયાના બ્લેક સીના કાંઠે ઓઈલ ટેન્કર પર ડ્રોન હુમલો : 23 ભારતીય ક્રૂનું સુરક્ષિત રેસ્ક્યૂ

રશિયાના બ્લેક સી (કાળા સમુદ્ર) કિનારે લાઈબેરિયાના ધ્વજ હેઠળ જઈ રહેલા ઓઈલ ટેન્કર ‘એફ્રામેક્સ રિયો’ પર ડ્રોન હુમલો થતાં જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. હુમલા બાદ ટેન્કરમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા અને ઘટનાને પગલે દરિયામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

હુમલાની જાણ થતાં જ રશિયન કોસ્ટગાર્ડ અને ઈમરજન્સી રેસ્ક્યૂ ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ટેન્કર પર સવાર તમામ 23 ભારતીય ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈપણ ભારતીય ક્રૂ મેમ્બર ઈજાગ્રસ્ત થયો નથી.

રશિયન પરિવહન મંત્રાલયે કરી પુષ્ટિ

રશિયાના ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ટેલિગ્રામ પર જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં ઘટનાની પુષ્ટિ કરી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘એફ્રામેક્સ રિયો’માં સવાર તમામ 23 ક્રૂ મેમ્બર્સ ભારતીય નાગરિકો હતા. આગ લાગ્યા બાદ રેસ્ક્યૂ ટીમોએ ઝડપી કામગીરી કરીને તમામ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

મંગળવારે બનેલી આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા હતા. વીડિયોમાં દરિયામાં રહેલા ટેન્કરમાંથી આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગાઢ ગોટેગોટા આકાશ તરફ ઉડતા જોવા મળ્યા હતા. આગની તીવ્રતાને જોતા આસપાસના વિસ્તારમાં પણ ચિંતા ફેલાઈ હતી.

બીચ પણ કરાયા બંધ

ઘટનાને પગલે રશિયાના દક્ષિણ ક્રાસ્નોદાર ક્ષેત્રમાં આવેલા સિરિયસના સ્થાનિક વહીવટી તંત્રે સાવચેતીના પગલાં લીધા હતા. દરિયામાં ઈમરજન્સી ઓપરેશન ચાલી રહ્યું હોવાથી આસપાસના બીચ સામાન્ય લોકો માટે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા.

ફાયરફાઈટર્સ અને રેસ્ક્યૂ ટીમોએ કલાકો સુધી કામગીરી કરીને ટેન્કરમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવ્યો હતો. બચાવ કામગીરી દરમિયાન તમામ ભારતીય ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

બ્લેક સીમાં આંતરરાષ્ટ્રીય જહાજો સામે જોખમ વધ્યું

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બ્લેક સી વિસ્તારમાં ડ્રોન હુમલાની ઘટનાઓને કારણે આંતરરાષ્ટ્રીય જહાજોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. સમુદ્રી માર્ગ પર ચાલી રહેલા કોમર્શિયલ જહાજો પણ આવા હુમલાના જોખમનો સામનો કરી રહ્યા છે.

આ ઘટના અગાઉ પણ બ્લેક સી વિસ્તારમાં ‘MV રોયાદ મમાદોવ’ નામના કાર્ગો શિપને હુમલામાં નિશાન બનાવવામાં આવ્યું હતું. આ જહાજમાં પણ ભારતીય નાગરિકો સવાર હતા. અગાઉના હુમલામાં જહાજમાં આગ લાગ્યા બાદ તે દરિયામાં ડૂબી ગયું હતું અને ભારતીય કેપ્ટનનું મોત થયું હતું.

અગાઉની ઘટનામાં અન્ય ભારતીય નાગરિકોને રોમાનિયામાં આવેલા ભારતીય દૂતાવાસની મદદ અને તકેદારીના પગલાંના કારણે સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. હવે ‘એફ્રામેક્સ રિયો’ પરના હુમલામાં પણ તમામ 23 ભારતીય ક્રૂ મેમ્બર્સના સુરક્ષિત રેસ્ક્યૂથી મોટી દુર્ઘટના ટળી છે.

Leave a Comment

और पढ़ें