એશિયન ગેમ્સ 2026: મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે ચીનને હરાવી ગોલ્ડ જીત્યો

એશિયન ગેમ્સ 2026ના 12મા દિવસે ભારતે મહિલા કમ્પાઉન્ડ તીરંદાજીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. જ્યોતિ સુરેખા વેન્નમ, પૃથિકા પ્રદીપ અને ચિકિતા તનિપાર્થીની ભારતીય ટીમે ગોલ્ડ મેડલની મેચમાં ચીનને 238-234થી હરાવી ખિતાબ પોતાના નામે કર્યો.

ભારતીય ટીમે 238 પોઈન્ટના સ્કોર સાથે દક્ષિણ કોરિયાના વિશ્વ રેકોર્ડની બરાબરી પણ કરી. સેમિફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયાને 234-233થી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

દરમિયાન, કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમે થાઇલેન્ડને 156-155થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મહિલા સ્ક્વોશ ટીમે પણ સિંગાપોરને 2-0થી હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે, જેના કારણે ભારતનો વધુ એક મેડલ નિશ્ચિત થયો છે.

આ સાથે ભારતના મેડલની સંખ્યા 7 ગોલ્ડ, 21 સિલ્વર અને 25 બ્રોન્ઝ સહિત કુલ 53 થઈ છે. જ્યૂડોમાં અશ્મિતા ડેએ મહિલા 48 કિગ્રા વર્ગમાં વિયેતનામની ખેલાડીને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે ગ્રીકો-રોમન 87 કિગ્રામાં સુનીલ કુમાર સેમિફાઇનલમાં જાપાનના યોશિદા તાઇઝો સામે 11-0થી હારી ગયા બાદ હવે રિપેચેજ દ્વારા બ્રોન્ઝ માટે પ્રયાસ કરશે.

Leave a Comment

और पढ़ें