ઉર્વશી રૌતેલાનો અમેરિકન AI કંપની સામે કાનૂની મોરચો: રૂ.7,000 કરોડના વળતરની માંગ

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ અમેરિકાની એક AI કંપની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉર્વશીની ટીમના આક્ષેપ મુજબ, લોસ એન્જલસ સ્થિત કંપનીએ અભિનેત્રીની પરવાનગી વગર તેના નામ, તસવીરો અને વીડિયાનો ઉપયોગ કરીને વ્યાવસાયિક રીતે કમાણી કરી છે.

ઉર્વશીની ટીમે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સમગ્ર મામલાની માહિતી આપતાં જણાવ્યું છે કે કંપની સામે યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે. ટીમ દ્વારા આશરે રૂ.7,000 કરોડના નુકસાનના વળતરની માંગ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, જે અમેરિકન કંપની સામે આ આક્ષેપો કરવામાં આવ્યા છે તેનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

ટીમે પોતાની પોસ્ટમાં ઉર્વશીની ઓળખ અને તસવીરોના અનધિકૃત ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે. ખાસ કરીને AI ટેક્નોલોજી દ્વારા સેલિબ્રિટીના ચહેરા, અવાજ, ફોટો અને વીડિયોના ઉપયોગ અંગે વિશ્વભરમાં કાનૂની પ્રશ્નો વધી રહ્યા છે.

આ મામલો સેલિબ્રિટીના Personality Rights અને ડિજિટલ ઓળખના અધિકાર સાથે જોડાયેલો છે. પરવાનગી વગર કોઈ વ્યક્તિના નામ કે ચહેરાનો વ્યાવસાયિક ઉપયોગ થયો હોવાના આક્ષેપોની કોર્ટમાં શું સ્થિતિ બને છે તે અંગે અંતિમ નિર્ણય કાનૂની પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી રૌતેલા તાજેતરમાં **‘ઇન્સ્પેક્ટર અવિનાશ સીઝન 2’**માં રણદીપ હૂડા સાથે જોવા મળી હતી. આ ઉપરાંત તે અક્ષય કુમારની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ સાથે પણ જોડાયેલી છે.

Leave a Comment

और पढ़ें