1 ઓક્ટોબરથી મોટા ફેરફાર: LPG ડિલિવરી માટે OTP ફરજિયાત, NPSના ચાર્જમાં પણ ફેરફાર

1 ઓક્ટોબરથી LPG સિલિન્ડરની ડિલિવરીની પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. હવે સિલિન્ડર પહોંચાડતી વખતે ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવતો OTP ડિલિવરીમેન સાથે શેર કરવો પડશે. ડિલિવરીમેન OTP પોતાના મોબાઇલમાં દાખલ કર્યા બાદ જ સિલિન્ડરની ડિલિવરી પૂર્ણ ગણાશે.

આ વ્યવસ્થાનો હેતુ ખોટા અથવા ભુતિયા LPG કનેક્શનની ઓળખ કરવા અને સિલિન્ડર યોગ્ય ગ્રાહક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. સાથે જ LPG ગ્રાહકો માટે KYC પ્રક્રિયા પણ મહત્વપૂર્ણ બનાવવામાં આવી છે અને જ્યાં PNG ગેસની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં પાઇપલાઇન ગેસ તરફ વળવા અંગેના નિયમોનો તબક્કાવાર અમલ થઈ રહ્યો છે.

બીજી તરફ, નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને NPS Liteમાં પણ ચાર્જ સંબંધિત ફેરફાર કરવામાં આવ્યો છે. Point of Presence (PoP) મારફતે NPSમાં રજિસ્ટ્રેશન કરાવનાર માટે રૂ.200નો એક વખતનો ચાર્જ લાગશે. ત્યારબાદ દર ત્રણ મહિને રૂ.50નો ચાર્જ વસૂલવામાં આવશે. Asset Under Management માટે 0.20% ચાર્જ લાગશે અને આ ચાર્જ પર GST પણ લાગુ પડશે.

આ ઉપરાંત બેન્કિંગ ક્ષેત્રે પણ ફેરફાર થયો છે. SBIના ATMમાંથી રોકડ ઉપાડવા માટે મફત વ્યવહારોની મર્યાદા બાદ વધારાના વ્યવહાર પર રૂ.15 ઉપરાંત GST વસૂલવામાં આવશે. પગારદાર ગ્રાહકો માટે પણ મફત ATM વ્યવહારોની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Leave a Comment

और पढ़ें