ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા અજીત અગરકરના સ્થાને ચીફ સિલેક્ટર બની શકે છે. અગરકરના પદ છોડ્યા બાદ ઓઝા હાલ પસંદગી સમિતિની જવાબદારી સંભાળી રહ્યા છે અને નવા મુખ્ય પસંદગીકાર તરીકે તેમનું નામ ચર્ચામાં છે.
આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ અને 2027 વનડે વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને પસંદગી સમિતિ સામે મહત્વના નિર્ણયો લેવાના છે. ખેલાડીઓના વર્કલોડ, ઉપલબ્ધતા અને ટીમ કોમ્બિનેશન અંગે પણ પસંદગીકારોની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.








