પંજાબ બોર્ડર પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: BSFની કાર્યવાહીમાં બે પાકિસ્તાની ઘુસણખોર ઠાર, ગુજરાત બોર્ડર પર પણ એલર્ટ PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર કરી વાત: “હુમલા સમયે હનુમાન ચાલીસા વાંચતો હતો, ભગવાને શક્તિ આપી” ઉમિયા ચોક નજીકથી રૂ.3.51 લાખનો કોપર સ્ક્રેપ ચોરનાર ટોળકી ઝડપાઈ: સગીર સહિત 7 શખસોની ધરપકડ, રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યું, LPGનો વપરાશ ઘટ્યો: PNG તરફ વધતા વલણની અસર વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર: ભારતની પ્રથમ ટક્કર 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે, 10મીએ પાકિસ્તાન સાથે મુકાબલો યુક્રેન યુદ્ધ ખતમ કરવા PM મોદીના ‘બહેતરીન આઈડિયા’: પુતિને કરી પ્રશંસા, કહ્યું- બંને પક્ષોને સ્વીકાર્ય સમાધાન માટે પ્રયાસ

LPG ગ્રાહકો માટે મોટી રાહત : e-KYCની મુદત 23 ઓગસ્ટ સુધી લંબાવાઈ

LPG ગેસ કનેક્શનધારકો માટે e-KYC કરાવવાની સમયમર્યાદા 23 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ માટે 16 ઓગસ્ટ છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી હતી. ગેસ કંપનીઓની મોબાઈલ એપમાં ટેકનિકલ સમસ્યાઓ, સર્વર ડાઉન અને ગેસ એજન્સીઓ પર વધતી ભીડને કારણે મુદત વધારવાનો નિર્ણય લેવાયો છે.

જે ગ્રાહકોએ અગાઉથી e-KYC પૂર્ણ કરી લીધી છે, તેમણે ફરીથી પ્રક્રિયા કરવાની જરૂર રહેશે નહીં. 23 ઓગસ્ટ સુધી e-KYC નહીં કરાવનારનું ગેસ કનેક્શન રદ નહીં થાય, પરંતુ સરકારી સબસિડી બંધ થઈ શકે છે.

ગ્રાહકો પોતાની ગેસ કંપનીની અધિકૃત એપમાં આધાર નંબર અને ફેસ સ્કેનિંગ દ્વારા e-KYC પૂર્ણ કરી શકે છે. આ ઉપરાંત ગેસ એજન્સી પર અથવા ઘરે સિલિન્ડર પહોંચાડવા આવતા ડિલિવરીમેનના બાયોમેટ્રિક મશીન પર ફિંગરપ્રિન્ટ આપીને પણ પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે.

Leave a Comment

और पढ़ें