પંજાબ બોર્ડર પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: BSFની કાર્યવાહીમાં બે પાકિસ્તાની ઘુસણખોર ઠાર, ગુજરાત બોર્ડર પર પણ એલર્ટ PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર કરી વાત: “હુમલા સમયે હનુમાન ચાલીસા વાંચતો હતો, ભગવાને શક્તિ આપી” ઉમિયા ચોક નજીકથી રૂ.3.51 લાખનો કોપર સ્ક્રેપ ચોરનાર ટોળકી ઝડપાઈ: સગીર સહિત 7 શખસોની ધરપકડ, રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યું, LPGનો વપરાશ ઘટ્યો: PNG તરફ વધતા વલણની અસર વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર: ભારતની પ્રથમ ટક્કર 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે, 10મીએ પાકિસ્તાન સાથે મુકાબલો યુક્રેન યુદ્ધ ખતમ કરવા PM મોદીના ‘બહેતરીન આઈડિયા’: પુતિને કરી પ્રશંસા, કહ્યું- બંને પક્ષોને સ્વીકાર્ય સમાધાન માટે પ્રયાસ

વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર: ભારતની પ્રથમ ટક્કર 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે, 10મીએ પાકિસ્તાન સાથે મુકાબલો

ICCએ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની સંયુક્ત યજમાનીમાં રમાનારા વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆત 2 ઓક્ટોબરથી થશે અને ફાઇનલ 21 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 7 ઓક્ટોબરે વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે કરશે, જ્યારે 10 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મહત્વનો મુકાબલો રમાશે.

ICCના નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ

ICCએ મહિલા અને પુરુષ ક્રિકેટ માટે કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. બેટ્સમેન સમય બગાડે તો પ્રથમ ભૂલ પર ચેતવણી, બીજી ભૂલ પર અંતિમ ચેતવણી અને ત્રીજી તથા ત્યારબાદની દરેક ભૂલ માટે ફિલ્ડિંગ ટીમને 5 પેનલ્ટી રન આપવામાં આવશે. રનઆઉટ અને સ્ટમ્પિંગમાં પણ ફિલ્ડરનું બોલ પર સંપૂર્ણ નિયંત્રણ હોવું જરૂરી રહેશે.

14 ટીમો વચ્ચે કુલ 57 મેચ

વર્લ્ડ કપમાં કુલ 14 ટીમો ભાગ લેશે અને ત્રણેય યજમાન દેશોના 12 શહેરોમાં કુલ 57 મેચ રમાશે. ભારતીય ટીમ ગ્રુપ-Aમાં ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને એક ક્વોલિફાયર ટીમ સાથે છે. ગ્રુપ-Bમાં દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને એક ક્વોલિફાયર ટીમ રહેશે.

ગ્રુપ તબક્કા બાદ બંને ગ્રુપની ટોચની ત્રણ-ત્રણ ટીમો અને ચોથા સ્થાને રહેલી ટીમોમાંથી શ્રેષ્ઠ ટીમ સુપર-7માં પહોંચશે. ત્યારબાદ ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. સેમિફાઇનલ 17 અને 18 નવેમ્બરે, જ્યારે ફાઇનલ 21 નવેમ્બરે રમાશે.

Leave a Comment

और पढ़ें