પંજાબ બોર્ડર પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: BSFની કાર્યવાહીમાં બે પાકિસ્તાની ઘુસણખોર ઠાર, ગુજરાત બોર્ડર પર પણ એલર્ટ PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર કરી વાત: “હુમલા સમયે હનુમાન ચાલીસા વાંચતો હતો, ભગવાને શક્તિ આપી” ઉમિયા ચોક નજીકથી રૂ.3.51 લાખનો કોપર સ્ક્રેપ ચોરનાર ટોળકી ઝડપાઈ: સગીર સહિત 7 શખસોની ધરપકડ, રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યું, LPGનો વપરાશ ઘટ્યો: PNG તરફ વધતા વલણની અસર વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર: ભારતની પ્રથમ ટક્કર 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે, 10મીએ પાકિસ્તાન સાથે મુકાબલો યુક્રેન યુદ્ધ ખતમ કરવા PM મોદીના ‘બહેતરીન આઈડિયા’: પુતિને કરી પ્રશંસા, કહ્યું- બંને પક્ષોને સ્વીકાર્ય સમાધાન માટે પ્રયાસ

પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યું, LPGનો વપરાશ ઘટ્યો: PNG તરફ વધતા વલણની અસર

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ભારતીય બાસ્કેટનું બ્રેન્ટ ક્રૂડ એક તબક્કે 110 ડોલર સુધી પહોંચ્યા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલની માંગ વધી છે. સપ્ટેમ્બરમાં પેટ્રોલનું વેચાણ 7.21% વધીને 3.64 મિલિયન ટન, જ્યારે ડીઝલનું વેચાણ 4.26% વધીને 7.12 મિલિયન ટન નોંધાયું હતું.

બીજી તરફ સપ્ટેમ્બરમાં LPGનો વપરાશ 9.15% ઘટીને 2.64 મિલિયન ટન થયો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ન થયો હોવા છતાં તેમની માંગ વધી છે, જ્યારે કોમર્શિયલ LPGના ભાવમાં વધારો થયો છે. સરકાર દ્વારા LPGના વિકલ્પ તરીકે પાઇપલાઇન મારફતે PNG ગેસનો ઉપયોગ વધારવા માટે ચલાવવામાં આવેલી ઝુંબેશની અસર પણ LPGના વપરાશમાં જોવા મળી રહી છે.

નબળા ચોમાસા અને ગરમીથી વીજ માંગમાં વધારો

નબળા ચોમાસા અને ગરમીના કારણે દેશમાં વીજળીની માંગમાં વધારો થયો છે. ગ્રીડ કંટ્રોલ ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ સપ્ટેમ્બરમાં વીજ માંગ અને ઉત્પાદન વચ્ચેની ખાધ 544 મિલિયન યુનિટ થઈ હતી, જે ઓગસ્ટની સરખામણીએ લગભગ પાંચ ગણી વધારે છે.

વરસાદ ઓછો પડતાં કૃષિ ક્ષેત્રમાં વીજળીની માંગ વધી છે, જ્યારે ગરમીના કારણે પણ વીજ વપરાશમાં વધારો થયો છે. જોકે અનેક રાજ્યોમાં વીજળી સરપ્લસ હોવાથી રાષ્ટ્રીય સ્તરે વીજ ખાધ માત્ર 0.6% રહી છે. બીજી તરફ સોલાર વીજ ઉત્પાદન વધવાથી પણ દેશમાં વીજળીની મોટી તંગી ઊભી થઈ નથી.

Leave a Comment

और पढ़ें