પંજાબ બોર્ડર પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: BSFની કાર્યવાહીમાં બે પાકિસ્તાની ઘુસણખોર ઠાર, ગુજરાત બોર્ડર પર પણ એલર્ટ PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર કરી વાત: “હુમલા સમયે હનુમાન ચાલીસા વાંચતો હતો, ભગવાને શક્તિ આપી” ઉમિયા ચોક નજીકથી રૂ.3.51 લાખનો કોપર સ્ક્રેપ ચોરનાર ટોળકી ઝડપાઈ: સગીર સહિત 7 શખસોની ધરપકડ, રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યું, LPGનો વપરાશ ઘટ્યો: PNG તરફ વધતા વલણની અસર વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર: ભારતની પ્રથમ ટક્કર 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે, 10મીએ પાકિસ્તાન સાથે મુકાબલો યુક્રેન યુદ્ધ ખતમ કરવા PM મોદીના ‘બહેતરીન આઈડિયા’: પુતિને કરી પ્રશંસા, કહ્યું- બંને પક્ષોને સ્વીકાર્ય સમાધાન માટે પ્રયાસ

પંજાબ બોર્ડર પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: BSFની કાર્યવાહીમાં બે પાકિસ્તાની ઘુસણખોર ઠાર, ગુજરાત બોર્ડર પર પણ એલર્ટ

પંજાબના તરનતારણ નજીક ભારત-પાકિસ્તાન સરહદ પર ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે પાકિસ્તાની ઘુસણખોરોને BSFના જવાનોએ ઠાર કર્યા હતા. બંને શખસો સરહદ પાર કરીને ભારતીય વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

BSFના જવાનોએ ઘુસણખોરોને રોકવા માટે ચેતવણી આપી હતી, પરંતુ તેઓ આગળ વધતા રહ્યા હતા. ત્યારબાદ સુરક્ષા દળોએ કાર્યવાહી કરતાં સરહદ પર થયેલા ફાયરિંગમાં બંને ઘુસણખોરો ઠાર થયા હતા.

ઘટના બાદ પંજાબ સહિત ભારત-પાકિસ્તાન સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ અને દેખરેખ વધારવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરથી પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સુધીની ભારત-પાકિસ્તાન સરહદ પર પણ સુરક્ષા દળોને વધુ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें