પંજાબ બોર્ડર પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: BSFની કાર્યવાહીમાં બે પાકિસ્તાની ઘુસણખોર ઠાર, ગુજરાત બોર્ડર પર પણ એલર્ટ PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર કરી વાત: “હુમલા સમયે હનુમાન ચાલીસા વાંચતો હતો, ભગવાને શક્તિ આપી” ઉમિયા ચોક નજીકથી રૂ.3.51 લાખનો કોપર સ્ક્રેપ ચોરનાર ટોળકી ઝડપાઈ: સગીર સહિત 7 શખસોની ધરપકડ, રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યું, LPGનો વપરાશ ઘટ્યો: PNG તરફ વધતા વલણની અસર વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર: ભારતની પ્રથમ ટક્કર 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે, 10મીએ પાકિસ્તાન સાથે મુકાબલો યુક્રેન યુદ્ધ ખતમ કરવા PM મોદીના ‘બહેતરીન આઈડિયા’: પુતિને કરી પ્રશંસા, કહ્યું- બંને પક્ષોને સ્વીકાર્ય સમાધાન માટે પ્રયાસ

ઋષભ પંતનો ધમાકો : ટેસ્ટમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારી ઇતિહાસ રચ્યો

ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. પંત ટેસ્ટ ક્રિકેટમાં 100 છગ્ગા ફટકારનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બન્યો છે. સાથે જ તેણે માત્ર 89 ઇનિંગ્સમાં 100 છગ્ગા પૂરા કરીને સૌથી ઝડપી આ સિદ્ધિ હાંસલ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

પંતે લહિરુ કુમારાના બોલ પર શાનદાર સિક્સર ફટકારી પોતાની ફિફ્ટી પૂરી કરી અને સાથે જ 100 ટેસ્ટ સિક્સરનો આંકડો પાર કર્યો. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ એડમ ગિલક્રિસ્ટનો 130 ઇનિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો.

આ યાદીમાં બેન સ્ટોક્સે 151 અને બ્રેન્ડન મેક્કુલમે 170 ઇનિંગ્સમાં 100 છગ્ગા પૂરા કર્યા હતા. પંતે માત્ર 4,918 બોલમાં 100 સિક્સર ફટકારીને સૌથી ઓછા બોલમાં આ સિદ્ધિ મેળવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

Leave a Comment

और पढ़ें