પંજાબ બોર્ડર પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: BSFની કાર્યવાહીમાં બે પાકિસ્તાની ઘુસણખોર ઠાર, ગુજરાત બોર્ડર પર પણ એલર્ટ PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર કરી વાત: “હુમલા સમયે હનુમાન ચાલીસા વાંચતો હતો, ભગવાને શક્તિ આપી” ઉમિયા ચોક નજીકથી રૂ.3.51 લાખનો કોપર સ્ક્રેપ ચોરનાર ટોળકી ઝડપાઈ: સગીર સહિત 7 શખસોની ધરપકડ, રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યું, LPGનો વપરાશ ઘટ્યો: PNG તરફ વધતા વલણની અસર વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર: ભારતની પ્રથમ ટક્કર 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે, 10મીએ પાકિસ્તાન સાથે મુકાબલો યુક્રેન યુદ્ધ ખતમ કરવા PM મોદીના ‘બહેતરીન આઈડિયા’: પુતિને કરી પ્રશંસા, કહ્યું- બંને પક્ષોને સ્વીકાર્ય સમાધાન માટે પ્રયાસ

135 વર્ષ જૂનો બેન્કિંગ કાયદો બદલાયો : હવે ડિજિટલ રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવો બનશે

દેશની બેન્કિંગ વ્યવસ્થા સંપૂર્ણપણે ડિજિટલ તરફ આગળ વધી ગઈ છે, ત્યારે 1891ના બેન્કિંગ બુક્સ એવિડન્સ એક્ટમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. હવે બેન્કિંગ વિવાદોમાં માત્ર કાગળ, લેજર અને ફિઝિકલ દસ્તાવેજો જ નહીં, પરંતુ ડિજિટલ ડેટા અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ પણ કાનૂની પુરાવા તરીકે માન્ય રહેશે.

નવી જોગવાઈ હેઠળ બેન્કોએ ડિજિટલ રેકોર્ડની સર્ટિફાઇડ કોપી રજૂ કરવાની રહેશે. આ ફેરફારથી 135 વર્ષ જૂના કાયદાને આધુનિક ડિજિટલ બેન્કિંગ વ્યવસ્થા સાથે સુસંગત બનાવવામાં આવ્યો છે.

સુધારામાં પોલીસ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓને તપાસ દરમિયાન બેન્ક ગ્રાહકોના ખાતા અને અન્ય માહિતી સીધી બેન્ક પાસેથી મેળવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. અગાઉ આવી માહિતી માટે કોર્ટની મંજૂરી જરૂરી હતી.

સામાન્ય કેસમાં બેન્કે ગ્રાહકને માહિતી માગવામાં આવી હોવાની જાણ કરવાની રહેશે. જોકે નાણાકીય ગુના અથવા રાષ્ટ્રીય સુરક્ષાની તપાસ ચાલી રહી હોય ત્યારે ગ્રાહકને જાણ કરવી જરૂરી રહેશે નહીં.

Leave a Comment

और पढ़ें