પંજાબ બોર્ડર પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: BSFની કાર્યવાહીમાં બે પાકિસ્તાની ઘુસણખોર ઠાર, ગુજરાત બોર્ડર પર પણ એલર્ટ PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર કરી વાત: “હુમલા સમયે હનુમાન ચાલીસા વાંચતો હતો, ભગવાને શક્તિ આપી” ઉમિયા ચોક નજીકથી રૂ.3.51 લાખનો કોપર સ્ક્રેપ ચોરનાર ટોળકી ઝડપાઈ: સગીર સહિત 7 શખસોની ધરપકડ, રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યું, LPGનો વપરાશ ઘટ્યો: PNG તરફ વધતા વલણની અસર વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર: ભારતની પ્રથમ ટક્કર 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે, 10મીએ પાકિસ્તાન સાથે મુકાબલો યુક્રેન યુદ્ધ ખતમ કરવા PM મોદીના ‘બહેતરીન આઈડિયા’: પુતિને કરી પ્રશંસા, કહ્યું- બંને પક્ષોને સ્વીકાર્ય સમાધાન માટે પ્રયાસ

વંદે માતરમના ગાનને લઈને કોંગ્રેસ-ભાજપ વચ્ચે ફરી વિવાદ

દિલ્હીમાં સ્વાતંત્ર્ય દિને વંદે માતરમના ગાનને લઈને ઊભેલો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ગોવામાં કોંગ્રેસની રેલીમાં ફરી આ મુદ્દે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં વંદે માતરમના માત્ર પ્રારંભિક બે અંતરા ગાવામાં આવ્યા હતા.

ગોવા ભાજપે આ મુદ્દે કોંગ્રેસ પર રાષ્ટ્રીય ગીતના અનાદરનો આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રવક્તા દાજી કૃષ્ણ સાલકરે કહ્યું કે કોંગ્રેસે 1937ના ફોર્મેટ મુજબ વંદે માતરમને ટૂંકાવી દીધું હતું અને હવે પણ એ જ પદ્ધતિ અપનાવી રહી છે. તેમણે કોંગ્રેસ પાસે માફીની માંગ કરી છે.

આ અગાઉ 15 ઓગસ્ટે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે વંદે માતરમના ગાનને લઈને ભાજપ અને સીપીએમએ પણ સવાલો ઉઠાવ્યા હતા. ભાજપે કોંગ્રેસ નેતાઓ પર વંદે માતરમના અપમાનનો આરોપ લગાવ્યો હતો.

ભાજપનો દાવો છે કે પૂર્ણ વંદે માતરમ ગાવાની પરંપરા તેણે શરૂ કરી હતી, જ્યારે કોંગ્રેસે 1937માં તેને ધર્મનિરપેક્ષ ન હોવાના કારણસર ટૂંકું કર્યું હતું. હવે ગોવાની ઘટનાને લઈને આ મુદ્દે રાજકીય વિવાદ ફરી ગરમાયો છે.

Leave a Comment

और पढ़ें