ગેલે ટેસ્ટમાં ભારતનો 193 રનમાં બીજો દાવ સમેટાયો : શ્રીલંકાને 372 રનનો ટાર્ગેટ

ગેલે ટેસ્ટમાં ભારતે શ્રીલંકા સામે જીત માટે 372 રનનો પડકાર મૂક્યો છે. ભારતનો બીજો દાવ 48.5 ઓવરમાં 193 રનમાં સમેટાઈ ગયો હતો. પ્રથમ દાવમાં મળેલી લીડના આધારે શ્રીલંકાને જીત માટે 372 રન બનાવવાના છે. જોકે વરસાદના કારણે મેચમાં વિઘ્ન આવ્યું છે.

ભારત તરફથી વિકેટકીપર ઋષભ પંતે આક્રમક 66 રન બનાવ્યા હતા. 69 બોલની ઇનિંગમાં તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે પ્રથમ દાવમાં સદી ફટકારનાર દેવદત્ત પડિક્કલ 44 રને આઉટ થયો હતો.

ભારતના કુલ 7 બેટ્સમેન સિંગલ ડિજિટમાં પેવેલિયન ભેગા થયા હતા. શ્રીલંકાની ટીમ પ્રથમ દાવમાં 284 રનમાં ઓલઆઉટ થઈ હતી. હવે વરસાદ વચ્ચે શ્રીલંકા સામે 372 રનનો મોટો લક્ષ્યાંક છે.

Leave a Comment

और पढ़ें