પંજાબ બોર્ડર પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: BSFની કાર્યવાહીમાં બે પાકિસ્તાની ઘુસણખોર ઠાર, ગુજરાત બોર્ડર પર પણ એલર્ટ PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર કરી વાત: “હુમલા સમયે હનુમાન ચાલીસા વાંચતો હતો, ભગવાને શક્તિ આપી” ઉમિયા ચોક નજીકથી રૂ.3.51 લાખનો કોપર સ્ક્રેપ ચોરનાર ટોળકી ઝડપાઈ: સગીર સહિત 7 શખસોની ધરપકડ, રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યું, LPGનો વપરાશ ઘટ્યો: PNG તરફ વધતા વલણની અસર વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર: ભારતની પ્રથમ ટક્કર 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે, 10મીએ પાકિસ્તાન સાથે મુકાબલો યુક્રેન યુદ્ધ ખતમ કરવા PM મોદીના ‘બહેતરીન આઈડિયા’: પુતિને કરી પ્રશંસા, કહ્યું- બંને પક્ષોને સ્વીકાર્ય સમાધાન માટે પ્રયાસ

26/11 હુમલાના 6 પાકિસ્તાની આરોપીઓ સામે ગેરહાજરીમાં ટ્રાયલની કાર્યવાહી

મુંબઈના 26/11 આતંકી હુમલાના 6 પાકિસ્તાની આરોપીઓ સામે હવે તેમની ગેરહાજરીમાં જ ટ્રાયલ ચલાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આરોપીઓમાં લશ્કર-એ-તૈયબાના હાફિઝ સઈદ અને ઝકી-ઉર-રહમાન લખવી ઉપરાંત સાજિદ મીર, અબુ અલકમા, આસિમ અને મેજર અબ્દુર રહમાન પાશાનો સમાવેશ થાય છે.

સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમના જણાવ્યા મુજબ BNSS-2023ની કલમ 356 હેઠળ ફરાર આરોપીઓ વિદેશમાં હોવા છતાં તેમની ગેરહાજરીમાં કેસ ચલાવવાની જોગવાઈ છે. આથી આરોપીઓ દેશની બહાર હોવાના કારણે ન્યાયપ્રક્રિયામાં વિલંબ નહીં થાય.

સ્પેશિયલ કોર્ટે છ આરોપીઓ સામે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિસને ઇન્ટરપોલ મારફતે વિશ્વભરમાં જાહેર કરાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મદદ લેવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें