તિબેટમાં ગુરુવારે શક્તિશાળી ભૂકંપ આવ્યા બાદ ફરી એકવાર ધરતી ધ્રૂજી ઊઠી હતી. પાંચ કલાકના સમયગાળામાં 4.0થી 4.6ની તીવ્રતાના ત્રણ ભૂકંપના આંચકા નોંધાયા હતા. ચીન, ભારત અને અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, પ્રથમ આંચકો રાત્રે આશરે 8 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા 4.0 નોંધાઈ હતી. ત્યારબાદ રાત્રે આશરે 2 વાગ્યે 4.6ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો, જ્યારે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ 4.5ની તીવ્રતાનો ત્રીજો આંચકો નોંધાયો હતો.
ભારતના જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ સહિતના વિસ્તારોમાં પણ ધરતીકંપની અસર અનુભવાઈ હતી. આ વિસ્તારોમાં 2.4થી 4.6ની તીવ્રતાના આંચકા નોંધાયા હોવાની વિગતો સામે આવી છે. ચીન અને અફઘાનિસ્તાનમાં પણ 4ની આસપાસની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.
વારંવાર આવતા આંચકાઓને પગલે સંબંધિત વિસ્તારોમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.









