મુંબઈની 13 માળની ઇમારતના ઇલેક્ટ્રિક ડક્ટમાં આગ, 9 લોકો ઘાયલ

કુર્લાની કોહિનૂર HDIL બિલ્ડિંગમાં વહેલી સવારે આગ; ધુમાડાને કારણે 3 બાળકો સહિત 8 લોકોને શ્વાસ લેવામાં તકલીફ

મુંબઈના કુર્લા પશ્ચિમ વિસ્તારમાં આવેલી 13 માળની ઇમારતમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. કોહિનૂર HDIL બિલ્ડિંગ નંબર-5ના ઇલેક્ટ્રિક ડક્ટમાં આગ ભભૂકી ઊઠતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ બાળકો સહિત કુલ 9 લોકો ઘાયલ થયા હતા.

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે 6:53 વાગ્યે આગ લાગ્યાની જાણ થઈ હતી. આગ ઇલેક્ટ્રિક ડક્ટમાં આવેલા વીજતારો સુધી ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી અને સવારે 7:21 વાગ્યે આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી.

ધુમાડાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ

ઇમારતમાં ધુમાડો ફેલાઈ જતાં રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. ઘાયલોમાં એક બાળક, બે બાળકી અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે. તમામ ઘાયલોને જરૂરી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें