એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું, 148 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ; મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ

એર ઈન્ડિયા એક્સપ્રેસની વિશાખાપટ્ટનમથી બેંગલુરુ જઈ રહેલી ફ્લાઇટ સાથે પક્ષી અથડાતાં વિમાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ વિમાનમાં 148 મુસાફરો સવાર હતા. ઘટનાને પગલે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનનું સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

ઇમરજન્સી લેન્ડિંગ બાદ વિમાન પાર્કિંગ સ્ટેન્ડ પર ખસેડાયું

મળતી વિગતો અનુસાર, આ ઘટના 19 ઓક્ટોબરના રોજ બની હતી. ફ્લાઇટ સાથે પક્ષી અથડાતાં મુસાફરોમાં ચિંતા ફેલાઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિમાનનું કેમ્પેગૌડા એરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સુરક્ષિત લેન્ડિંગ બાદ વિમાનને પાર્કિંગ સ્ટેન્ડ પર લઈ જવામાં આવ્યું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બરને ઈજા થઈ નહોતી. ઘટનાને પગલે વિમાનની સુરક્ષા અને તકનીકી તપાસ અંગેની વિગતો મહત્ત્વપૂર્ણ બની છે.

Leave a Comment

और पढ़ें