ખાંડના સ્ટોક પર સરકારની કડક નજર: ડીલરો માટે 1,000 ક્વિન્ટલની મર્યાદા, 15 દિવસમાં વેચાણ ફરજિયાત પંજાબ બોર્ડર પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: BSFની કાર્યવાહીમાં બે પાકિસ્તાની ઘુસણખોર ઠાર, ગુજરાત બોર્ડર પર પણ એલર્ટ PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર કરી વાત: “હુમલા સમયે હનુમાન ચાલીસા વાંચતો હતો, ભગવાને શક્તિ આપી” ઉમિયા ચોક નજીકથી રૂ.3.51 લાખનો કોપર સ્ક્રેપ ચોરનાર ટોળકી ઝડપાઈ: સગીર સહિત 7 શખસોની ધરપકડ, રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યું, LPGનો વપરાશ ઘટ્યો: PNG તરફ વધતા વલણની અસર વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર: ભારતની પ્રથમ ટક્કર 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે, 10મીએ પાકિસ્તાન સાથે મુકાબલો

12 વર્ષમાં 24 લાખ લોકોને નિઃશુલ્ક સારવાર : અમિત મગીયાનું સન્માન

સાવરકુંડલાના વતની અને મુંબઈ સ્થિત યુવા ટ્રસ્ટી અમિત કે. મગીયા દ્વારા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર પરિસરમાં વિદ્યાગુરુ ફાઉન્ડેશનના માધ્યમથી છેલ્લા 12 વર્ષથી નિઃશુલ્ક આરોગ્ય સેવા આપવામાં આવી રહી છે. આ સમયગાળામાં 24 લાખ લોકોની એક પણ પૈસા લીધા વિના સારવાર કરવામાં આવી છે.

આ ઉત્કૃષ્ટ સેવા બદલ અમરેલીમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત સમારોહમાં 14 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમિત મગીયાનું શાલ ઓઢાડી અને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

લાખો લોકોને નિઃશુલ્ક સારવારનો લાભ પહોંચાડવા બદલ અમિત મગીયાની સેવાભાવનાને રાજ્ય સરકાર દ્વારા બિરદાવવામાં આવી હતી.

Leave a Comment

और पढ़ें