ભારત-પાકિસ્તાન ગોલ્ડ મેડલ મેચ પહેલાં મોટો નિર્ણય: ACC પ્રમુખ મોહસિન નકવી એશિયન ગેમ્સ ફાઇનલમાં નહીં રહે હાજર વરસાદ વધ્યો છતાં વિશ્વની નદીઓમાં ઘટ્યું પાણી: બદલાતા જળચક્ર અને વધતા તાપમાનની અસર ખાંડના સ્ટોક પર સરકારની કડક નજર: ડીલરો માટે 1,000 ક્વિન્ટલની મર્યાદા, 15 દિવસમાં વેચાણ ફરજિયાત પંજાબ બોર્ડર પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: BSFની કાર્યવાહીમાં બે પાકિસ્તાની ઘુસણખોર ઠાર, ગુજરાત બોર્ડર પર પણ એલર્ટ PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર કરી વાત: “હુમલા સમયે હનુમાન ચાલીસા વાંચતો હતો, ભગવાને શક્તિ આપી” ઉમિયા ચોક નજીકથી રૂ.3.51 લાખનો કોપર સ્ક્રેપ ચોરનાર ટોળકી ઝડપાઈ: સગીર સહિત 7 શખસોની ધરપકડ, રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે

હથિયાર સપ્લાય નેટવર્ક પર ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે માલીયાસણ ચોકડી પાસેથી સાયલાના ઘીરા મોહન કુકડીયાને ચાર ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ અને બે તમંચા મળી આવ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ અગાઉ ઝડપાયેલા રીપલા ઉર્ફે વિપુલ કાગડીયાએ ઘીરા કુકડીયાને આ હથિયારો આપ્યા હતા. અગાઉના કેસમાં ચાર હથિયારો જપ્ત થયા હતા, જ્યારે હાલની કાર્યવાહીમાં વધુ ચાર હથિયારો મળતાં કુલ 8 હથિયારો કબજે કરવામાં આવ્યા છે.

હથિયારો ક્યાં સપ્લાય કરવાના હતા અને નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે અને પૂછપરછમાં હથિયાર સપ્લાયની વધુ કડીઓ બહાર આવે તેવી શક્યતા છે.

Leave a Comment

और पढ़ें