ખાંડના સ્ટોક પર સરકારની કડક નજર: ડીલરો માટે 1,000 ક્વિન્ટલની મર્યાદા, 15 દિવસમાં વેચાણ ફરજિયાત પંજાબ બોર્ડર પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: BSFની કાર્યવાહીમાં બે પાકિસ્તાની ઘુસણખોર ઠાર, ગુજરાત બોર્ડર પર પણ એલર્ટ PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર કરી વાત: “હુમલા સમયે હનુમાન ચાલીસા વાંચતો હતો, ભગવાને શક્તિ આપી” ઉમિયા ચોક નજીકથી રૂ.3.51 લાખનો કોપર સ્ક્રેપ ચોરનાર ટોળકી ઝડપાઈ: સગીર સહિત 7 શખસોની ધરપકડ, રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યું, LPGનો વપરાશ ઘટ્યો: PNG તરફ વધતા વલણની અસર વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર: ભારતની પ્રથમ ટક્કર 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે, 10મીએ પાકિસ્તાન સાથે મુકાબલો

રામમંદિર ચઢાવા ચોરી કેસમાં ચંપતરાય-અનિલ મિશ્રાને ક્લીનચીટ

અયોધ્યાના રામમંદિર ચઢાવા ચોરી વિવાદમાં ચંપતરાય અને અનિલ મિશ્રાને મોટી રાહત મળી છે. યોગી સરકાર દ્વારા રચાયેલી SITએ અંતિમ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધો છે, જેમાં બંનેના નામ સામેલ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ચઢાવા ચોરીનો મામલો સામે આવ્યા બાદ બંનેની ભૂમિકા અંગે સવાલો ઉઠ્યા હતા. જોકે SITની તપાસમાં બંને સામે કોઈ ભૂમિકા ન હોવાનું સામે આવ્યું છે. કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા 8 આરોપીઓનાં નામ રિપોર્ટમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્યની ફરિયાદના આધારે FIR નોંધાઈ હતી. જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી SITની તપાસ હજુ ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

Leave a Comment

और पढ़ें