સામાન્ય UPI પેમેન્ટ ફ્રી રહેશે, નાણાકીય સેવાઓના મોટા વ્યવહારો પર 0.5% MDRની દરખાસ્ત
નવી દિલ્હી: સામાન્ય લોકોના UPI પેમેન્ટ પર સીધો ચાર્જ નહીં લાગે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર અને વેલ્થ મેનેજમેન્ટ જેવા નાણાકીય વ્યવહારો પર ચાર્જ લાગી શકે છે.
રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે UPI વ્યવહારો પાછળ થતો ખર્ચ કોઈને કોઈ રીતે ચૂકવવો પડશે. તેથી નાણાકીય સેવાઓ સાથે જોડાયેલા UPI વ્યવહારોને ચાર્જ-પાત્ર બનાવવાની શક્યતા છે.
આ વ્યવસ્થાથી સ્ટોક બ્રોકર્સ, વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ પર ચાર્જ લાગી શકે છે.
રૂ.2,000થી વધુના મોટા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 0.5% MDR વસૂલવાની દરખાસ્ત અંગે વિચારણા ચાલી રહી છે.
હાલ સામાન્ય UPI વપરાશકર્તાઓ માટે રોજિંદા પેમેન્ટ પર સીધો ચાર્જ નહીં લાગે તે સ્પષ્ટ છે.








