દરેડમાં મકાન પર પોલીસનો દરોડો, દારૂની 10 પેટી સાથે 492 બોટલ-ચપટા ઝડપાયા

જામનગર : દરેડ ગામમાં પંચકોશી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે એક મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં મકાનમાં રહેલો શખ્સ ફરાર થઈ ગયો હતો.

પોલીસને બાતમી મળી હતી કે દરેડ ગામમાં 100 ખોલીની પાછળ સરકારી શાળાની બાજુમાં આવેલા મકાનમાં રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. બાતમીના આધારે પંચોની હાજરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

મકાનની ઓસરીમાંથી ‘8 PM Special Rare Whisky’ની કુલ 10 પેટીઓ મળી આવી હતી. જેમાં રાજસ્થાનમાં વેચાણ માટેની 180 મિલીની 480 શીલબંધ પ્લાસ્ટિક ચપટીઓ મળી આવી હતી, જેની કિંમત રૂ.60 હજાર હતી. ઉપરાંત 180 મિલીની 12 શીલબંધ કાચની બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ.1,500 ગણવામાં આવી છે.

આમ પોલીસે કુલ 492 ચપટા-બોટલ સહિતનો દારૂનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે રણજીતસિંહ જાડેજા સામે પ્રોહિબિશન એક્ટની કલમ 15(એ)(ઈ) અને 116(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી દરોડા સમયે હાજર ન હોવાથી તેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

Leave a Comment

और पढ़ें