સોનાની ખાણ ધસી પડતાં મોટી દુર્ઘટના : 30થી વધુ ઘાયલ, અનેક શ્રમિકો હજુ કાટમાળમાં દટાયા
સુદાનમાં સાત દિવસમાં સોનાની ખાણ ધસી પડવાની બીજી મોટી દુર્ઘટના સામે આવી છે. પૂર્વ સુદાનના એક વિસ્તારમાં રવિવારે ખાણનો શાફ્ટ અચાનક ધસી પડતાં 11 શ્રમિકોના મોત થયા હતા, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. અનેક શ્રમિકો હજુ કાટમાળમાં ફસાયેલા હોવાથી બચાવ કામગીરી ચાલી રહી છે.
આ અગાઉ એક સપ્તાહ પહેલાં પણ સોનાની ખાણ ધસી પડતાં 82 શ્રમિકોના મોત થયા હતા. આમ, માત્ર સાત દિવસમાં બે અલગ-અલગ ખાણ દુર્ઘટનામાં મૃત્યુઆંક 93 પર પહોંચ્યો છે. ઘટનાગ્રસ્ત વિસ્તાર રેપિડ સપોર્ટ ફોર્સના નિયંત્રણ હેઠળ હોવાનું જણાવાઈ રહ્યું છે, જે લાંબા સમયથી સુદાની સેના સાથે સંઘર્ષમાં છે.








