અંબાજી મેળામાં માઈભક્તો માટે સરકારની સુવિધાઓ, રેસ્ટ-શેલ્ટરથી ફ્રી ફૂડ સુધીની વ્યવસ્થા

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થતાં લાખો માઈભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે. યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રેસ્ટ-શેલ્ટર, પીવાનું પાણી, આરોગ્યસેવા, સુરક્ષા, ફ્રી ફૂડ શેલ્ટર અને ટોઇલેટ સહિતની કામચલાઉ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

મેળો 26 સપ્ટેમ્બર સુધી યોજાશે. કુલ 12,300 ચોરસ મીટર વિસ્તારમાં રેસ્ટ-શેલ્ટર તૈયાર કરાયા છે. હડાદ રૂટના પાંચ શેલ્ટરમાં આશરે 2,776 અને દાંતા રૂટના બે શેલ્ટરમાં 1,140 યાત્રાળુઓ માટે બેડની વ્યવસ્થા કરાઈ છે.

હડાદ, દાંતા અને ગબ્બર રૂટ પર 30 વોટર પેગોડા, જ્યારે હડાદ અને દાંતા રૂટ પર પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. તબીબી સહાય માટે 6 ફર્સ્ટ એઇડ કાઉન્ટર અને 10 મેડિકલ તથા લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર પણ કાર્યરત રહેશે.

Leave a Comment

और पढ़ें