દેશના 40% પાવર પ્લાન્ટમાં માત્ર 3 દિવસનો કોલસાનો સ્ટોક!

કોલસાના ઘટતા જથ્થાને પગલે સરકાર એલર્ટ, વીજળીની વધતી માંગ વચ્ચે પુરવઠો જાળવવો પડકાર

નવી દિલ્હી: દેશમાં ચોમાસાની વિદાય વચ્ચે વીજળીની માંગમાં વધારો થવાની શક્યતા છે. આ દરમિયાન દેશના આશરે 40% કોલસા આધારિત પાવર પ્લાન્ટમાં કોલસાનો સ્ટોક જરૂરિયાતના માત્ર 25% જેટલો હોવાનું સામે આવ્યું છે. પરિણામે આ પ્લાન્ટમાં આશરે ત્રણ દિવસ પૂરતો જ કોલસાનો જથ્થો ઉપલબ્ધ હોવાનું કહેવાય છે.

દેશમાં કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં વીજળીની માંગ સતત વધી રહી છે. મે મહિનામાં વીજળીની મહત્તમ માંગ 270.70 ગીગાવોટ સુધી પહોંચી હતી, જ્યારે હાલ માંગ આશરે 250 ગીગાવોટ હોવાનું જણાવાયું છે. આગામી સમયમાં માંગ વધુ વધવાની શક્યતા વચ્ચે કોલસાના પુરવઠાને લઈને ચિંતા વધી છે.

કોલસા મંત્રાલયના જણાવ્યા મુજબ ચોમાસાના કારણે કોલસાના સપ્લાય અને પરિવહનમાં વિક્ષેપ પડ્યો છે. સ્થિતિ સુધારવા માટે રેલવે દ્વારા કોલસાની હેરફેર માટે વધુ વેગન ફાળવવામાં આવ્યા છે. તબક્કાવાર કોલસાનો પુરવઠો વધારવામાં આવતા પાવર પ્લાન્ટમાં સ્ટોકની સ્થિતિ સુધરવાની આશા છે.

Leave a Comment

और पढ़ें