RMC પાર્કિંગ નજીક દારૂ ભરેલી હેરિયર સાથે બુટલેગર ઝડપાયો

PCBનો દરોડો: 190 બોટલ દારૂ સાથે રૂ.14.79 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ: ઢેબર રોડ પર RMC પાર્કિંગના ગેટ નજીક PCBની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી દારૂ ભરેલી હેરિયર કાર સાથે રેલનગરના હાર્દિક ઉર્ફે શંભુ ચૌહાણને ઝડપી લીધો હતો. કારની તપાસ દરમિયાન રૂ.4.79 લાખની કિંમતની 190 બોટલ દારૂ મળી આવ્યો હતો.

પોલીસે દારૂ અને હેરિયર કાર સહિત કુલ રૂ.14.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ દારૂનો જથ્થો દમણથી લાવી છૂટક વેચાણ કરવાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આ તેની ત્રીજી ખેપ હતી.

આરોપી સામે અગાઉ રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, વાપી અને નવસારીના ચીખલી સહિતના પોલીસ મથકોમાં દારૂના 8 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. PCB ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें