કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને ઇઝરાયેલમાં સલામ: ખાસ સન્માનની જાહેરાત, રાષ્ટ્રપતિ હર્ઝોગ પણ વર્ચ્યુઅલી જોડાયા જેતપુર સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટમાંથી પાઇપ-વાલ્વ ચોરીનો ભેદ ઉકેલાયો: ઉના-વિસાવદરની ટોળકીના 3 સભ્યો ઝડપાયા, રૂ.34,500નો મુદ્દામાલ કબજે હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઇલ ટેન્કર પર હુમલો: પાંચ ભારતીય નાગરિકોનો આબાદ બચાવ, ઓમાનના સહયોગથી કિનારે લવાયા ભારત-પાકિસ્તાન ગોલ્ડ મેડલ મેચ પહેલાં મોટો નિર્ણય: ACC પ્રમુખ મોહસિન નકવી એશિયન ગેમ્સ ફાઇનલમાં નહીં રહે હાજર વરસાદ વધ્યો છતાં વિશ્વની નદીઓમાં ઘટ્યું પાણી: બદલાતા જળચક્ર અને વધતા તાપમાનની અસર ખાંડના સ્ટોક પર સરકારની કડક નજર: ડીલરો માટે 1,000 ક્વિન્ટલની મર્યાદા, 15 દિવસમાં વેચાણ ફરજિયાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સાનફ્રાન્સિસ્કોમાં ગુજરાતી સમુદાયે કર્યું સ્વાગત

રાજકોટઃ આગામી વર્ષે યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈને રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિદેશી કંપનીઓને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન તેઓ સાનફ્રાન્સિસ્કો પહોંચ્યા હતા, જ્યાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ તેમજ સ્થાનિક ભારતીય અને ગુજરાતી સમુદાય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા પ્રવાસ દરમિયાન ન્યૂયોર્ક અને વોશિંગ્ટનની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ કેનેડાના ટોરન્ટો જશે. તેમની સાથે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ પ્રવાસમાં જોડાયું છે.

સાનફ્રાન્સિસ્કો સહિત અમેરિકામાં વસતા ગુજરાતી ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે મુખ્યમંત્રી મુલાકાત કરશે. આ ઉપરાંત વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓના વડાઓ સાથે બેઠક યોજી ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપવામાં આવશે.

મુખ્યમંત્રી સાથે મુખ્યમંત્રી કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે, જેમાં સંજીવકુમાર અને વિક્રાંત પાંડેનો સમાવેશ થાય છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વે વિદેશી રોકાણ આકર્ષવા માટે મુખ્યમંત્રીનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

Leave a Comment

और पढ़ें