ફ્રાન્સમાં ઈચ્છામૃત્યુને કાયદાકીય મંજૂરી: અસાધ્ય બીમારીના દર્દીઓને મળશે અંતિમ નિર્ણયનો અધિકાર

ફ્રાન્સમાં ઈચ્છામૃત્યુને કાયદેસર બનાવવાનો માર્ગ હવે વધુ સ્પષ્ટ બન્યો છે. ફ્રાન્સની બંધારણીય પરિષદે ગંભીર અને અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીઓને તબીબી સહાયથી જીવનનો અંત પસંદ કરવાની જોગવાઈ ધરાવતા કાયદાને મંજૂરી આપી છે.

નવા કાયદા હેઠળ ગંભીર અને અસાધ્ય બીમારીના અંતિમ તબક્કામાં રહેલા પુખ્ત વયના નાગરિકો અથવા ફ્રાન્સના કાનૂની રહેવાસીઓને આ પ્રક્રિયાનો લાભ મળી શકશે. દર્દી પોતે ઘાતક દવા લઈ શકશે અને જો તે શારીરિક રીતે અસમર્થ હોય તો ડોક્ટર અથવા નર્સ મદદ કરી શકશે.

ફ્રાન્સ હવે અન્ય દેશોની યાદીમાં સામેલ થશે

આ મંજૂરી બાદ ફ્રાન્સ એવા દેશોની યાદીમાં જોડાવાની દિશામાં આગળ વધ્યું છે જ્યાં ઈચ્છામૃત્યુ અથવા તબીબી સહાયથી મૃત્યુને કાયદાકીય માન્યતા આપવામાં આવી છે. તેમાં નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્વિટ્ઝરલેન્ડ અને કેનેડાનો સમાવેશ થાય છે.

નેશનલ એસેમ્બલીમાં 291-241 મતથી બિલ મંજૂર

ગત જુલાઈમાં ફ્રાન્સની નેશનલ એસેમ્બલીમાં આ ઐતિહાસિક બિલને 291 વિરુદ્ધ 241 મતોથી મંજૂરી મળી હતી. બંધારણીય પરિષદે કાયદાને મંજૂરી આપતાં કેટલીક જોગવાઈઓમાં વધુ સ્પષ્ટતા જરૂરી હોવાનું પણ જણાવ્યું છે.

પરંપરાગત રીતે કેથોલિક પ્રભાવ ધરાવતા ફ્રાન્સમાં અત્યાર સુધી મરણાસન્ન દર્દીઓને માત્ર ઊંડી બેભાન અવસ્થામાં રાખવાની મંજૂરી હતી. નવા કાયદાને કારણે હવે અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીઓના જીવનના અંત અંગેની વ્યવસ્થામાં મોટો ફેરફાર થવાની શક્યતા છે.

Leave a Comment

और पढ़ें