ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને PM મોદીએ દેખાડી લીલી ઝંડી, માત્ર પાણીની વરાળનું જ ઉત્સર્જન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી આપીને દેશના રેલવે ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત આ ટ્રેન દેશને ગ્રીન અને ટકાઉ પરિવહન તરફ આગળ ધપાવશે.

10 કોચ ધરાવતી આ હાઇડ્રોજન ટ્રેન હરિયાણાના જીંદ અને સોનીપત વચ્ચેના 89 કિલોમીટર લાંબા રૂટ પર દોડશે. હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નોલોજી પર આધારિત આ ટ્રેન ડીઝલ ટ્રેનોની સરખામણીએ વધુ પર્યાવરણમૈત્રી માનવામાં આવે છે.

વિશેષ વાત એ છે કે આ ટ્રેનના સંચાલન દરમિયાન કાર્બન ઉત્સર્જન થતું નથી. હાઇડ્રોજન ફ્યુઅલ સેલ દ્વારા ઊર્જા ઉત્પન્ન થતાં ટ્રેનમાંથી માત્ર પાણીની વરાળ જ બહાર નીકળે છે, જેના કારણે તેને ‘ઝીરો પોલ્યુશન ટ્રેન’ તરીકે પણ ઓળખવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારત સ્વદેશી ટેક્નોલોજી અને હરિત ઊર્જાના ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત આત્મનિર્ભર ભારત અને પર્યાવરણ સંરક્ષણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.

ભારતીય રેલવે માટે આ પ્રોજેક્ટ એક ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં દેશના અન્ય રૂટ પર પણ આવી પર્યાવરણમૈત્રી ટ્રેનો શરૂ કરવાની દિશામાં માર્ગ મોકળો કરશે.

Leave a Comment

और पढ़ें