જામનગરમાં ચાંદીપુરાની દહેશત: 3 વર્ષની બાળકી શંકાસ્પદ લક્ષણો સાથે જીજી હોસ્પિટલમાં દાખલ

જામનગરના કનસુમરા પાટીયા નજીકની સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતી 3 વર્ષની બાળકીમાં ચાંદીપુરા જેવા લક્ષણો દેખાતા તેને સરકારી જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

શુક્રવારે સાંજે પરિવારજનો બાળકીને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. તબીબોએ જરૂરી તપાસ શરૂ કરી બાળકીની હાલત પર સતત નજર રાખી છે. હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું અને સારવાર બાદ સુધારો જોવા મળી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર જીજી હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસોની સંખ્યા 13 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 1 કેસ પોઝિટિવ, 11 કેસ નેગેટિવ આવ્યા છે, જ્યારે 1 કેસનો રિપોર્ટ પેન્ડિંગ છે.

Leave a Comment

और पढ़ें