AMCA માટે મોટું પગલું: રિલાયન્સ-રોલ્સ રોયસ ભારતમાં બનાવશે ફાઈટર જેટ એન્જિન

ભારતના 5મી પેઢીના લડાયક વિમાન AMCA માટે એન્જિન બનાવવાની દિશામાં મોટું પગલું ભરાયું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બ્રિટનની રોલ્સ-રોયસે ભારતમાં એરો-એન્જિન વિકસાવવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે.

બંને કંપનીઓ સાથે મળીને એન્જિનના ડિઝાઇન, વિકાસ, ઉત્પાદન અને સપ્લાય પર કામ કરશે. ભારતમાં એરોસ્પેસ ગેસ ટર્બાઇન માટે અત્યાધુનિક સુવિધા અને પાવર-પ્રોપલ્શન ટેક્નોલોજીનું સેન્ટર ઓફ એક્સલન્સ વિકસાવવાની પણ યોજના છે.

આ ભાગીદારીથી રોલ્સ-રોયસની એન્જિન ટેક્નોલોજી અને રિલાયન્સની ઉત્પાદન ક્ષમતાને એકસાથે લાવી દેશમાં સ્વદેશી ફાઈટર જેટ પ્રોપલ્શન ક્ષમતા વિકસાવવાનો પ્રયાસ થશે.

2035 સુધીમાં AMCA ઉપલબ્ધ થવાની શક્યતા

ભારતના સ્વદેશી 5મી પેઢીના લડાયક વિમાન AMCAના પ્રોડક્શન મોડેલને મંજૂરી મળી ચૂકી છે. તેને ભારતીય વાયુસેના અને નૌકાદળમાં સામેલ કરવાની યોજના છે અને 2035 સુધીમાં વિમાન ઉપલબ્ધ થવાની સંભાવના છે.

આ ભાગીદારીનો વ્યાપ માત્ર ફાઈટર જેટ સુધી મર્યાદિત નહીં રહે. ભવિષ્યમાં બંને કંપનીઓ પેસેન્જર એરક્રાફ્ટ અને ઈલેક્ટ્રિક એવિએશન સિસ્ટમ્સ માટે પણ સાથે મળીને કામ કરી શકે છે.

Leave a Comment

और पढ़ें