ગુરગઢની સીમમાં વાડીની ઓરડીમાં જુગારધામ પર LCBનો દરોડોઃ 9 શખ્સો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસનો સપાટો યથાવત છે. કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામની સીમમાં વાડીની ઓરડીમાં ધમધમતા જુગારધામ પર LCBની ટીમે દરોડો પાડી 9 શખ્સોને ઝડપી લીધા હતા.

બાતમીના આધારે કરાયેલા દરોડામાં પોલીસે રૂ.40,500 રોકડ, 8 મોબાઇલ ફોન અને 5 મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઇલેક્ટ્રિક પંપ, LED લાઈટ સહિતની વસ્તુઓ મળી કુલ રૂ.2.11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં રણજીતપુર ગામનો રાજેશ ઉર્ફે રાજુ મેરામણ સુવા પોતાની વાડીની ઓરડીમાં બહારથી લોકોને બોલાવી ગંજીપાનાથી જુગાર રમાડતો હોવાનું સામે આવ્યું હતું. જુગારીઓ માટે લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા કરી તેના બદલામાં નાલ વસૂલવામાં આવતી હોવાની પણ માહિતી મળી હતી.

દરોડા દરમિયાન રાજેશ ઉર્ફે રાજુ સહિત કુલ 9 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LCBના દરોડાથી ગુરગઢની સીમમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થતાં સ્થાનિકોમાં પણ ચકચાર મચી છે.

Leave a Comment

और पढ़ें