હોર્મુઝને અમેરિકી ક્ષેત્ર બનાવવાનો ટ્રમ્પનો દાવોઃ ઈરાન પર વધુ કડક કાર્યવાહીનો સંકેત

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનો સંઘર્ષ પૂર્ણ થયા બાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને અમેરિકી ક્ષેત્ર જાહેર કરવાની વાત કરી છે. ઈરાન સાથે સતત વધી રહેલા તણાવ વચ્ચે ટ્રમ્પના આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે.

ટ્રમ્પે ઈરાન સામે અત્યાર સુધીના સૌથી કડક આર્થિક પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી છે. સાથે જ ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે અમેરિકાએ કરેલી સૈન્ય કાર્યવાહીને લઈને કોઈ માફી નહીં માંગે તેમ પણ સ્પષ્ટ કર્યું.

અમેરિકી નાગરિકોને સંબોધતાં ટ્રમ્પે વધતા ઈંધણના ભાવ અંગે કહ્યું કે ઈરાનને પરમાણુ હથિયારો બનાવવાથી રોકવા માટે જો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો સહન કરવો પડે તો તે અમેરિકા અને સમગ્ર વિશ્વની સુરક્ષા માટે જરૂરી કિંમત છે.

જોકે, ઈંધણના ભાવ ઘટાડવાના અગાઉના ચૂંટણી વચનોની સામે આ વલણ આગામી મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ માટે રાજકીય મુશ્કેલી ઊભી કરી શકે છે.

હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા માર્ગોમાં સામેલ છે. વિશ્વના લગભગ 20% ક્રૂડ ઓઈલ અને LNG પુરવઠાનો જથ્થો આ જ માર્ગેથી પસાર થાય છે. હોર્મુઝમાં લાંબા સમય સુધી પુરવઠો ખોરવાવાની આશંકાથી વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં વધારો થયો છે.

ટ્રમ્પના હોર્મુઝ અંગેના નિવેદનથી ઈરાન-અમેરિકા તણાવ વધુ ગંભીર બનવાની સાથે વૈશ્વિક ઊર્જા બજાર પર પણ તેની અસર પડવાની શક્યતા છે.

Leave a Comment

और पढ़ें