દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક આવેલા બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂના ગેરકાયદે ધંધા સામે LCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ધામણીનેશ ખાતે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળતાં પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં રૂ. 35 હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
LCBના ASI શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, વેજાભાઈ બેરા અને મનહરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, પોલીસ પહોંચે તે દરમિયાન અથવા દરોડા સમયે ધામણીનેશમાં રહેતો લખમણ રબારી નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
આ બનાવ અંગે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરાર આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર ઓપરેશન LCBના ઇન્ચાર્જ PI એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું.









