ન્યૂયોર્કથી ઇઝરાયેલ આવી રહેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી, એરપોર્ટ પર સુરક્ષા એલર્ટ

ન્યૂયોર્કથી ઇઝરાયેલના ગુરિયન એરપોર્ટ પર આવી રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. સાવચેતીના પગલાંરૂપે વિમાનને અલગ પાર્કિંગ વિસ્તારમાં લઈ જવામાં આવ્યું હતું અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓએ વિમાનની સઘન તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન વિમાનમાંથી કોઈ બોમ્બ મળી આવ્યો ન હોવાનું જણાવાયું છે. ધમકી ક્યાંથી મળી અને તેની પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

વિમાનને હાઇજેક કરવાના પ્રયાસ અંગેના અહેવાલો વચ્ચે આ ઘટનાએ હવાઈ સુરક્ષાને લઈને ચિંતા વધારી છે. જોકે, બોમ્બની ધમકી અને અગાઉના હાઇજેક પ્રયાસ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે સત્તાવાર પુષ્ટિ જરૂરી છે.

Leave a Comment

और पढ़ें