સાઉદી અરેબિયામાં સુરક્ષા સ્થિતિ વણસી, IndiGoએ 17 ઓક્ટોબર સુધી ચાર શહેરોની ફ્લાઇટ્સ કરી રદ

સાઉદી અરેબિયામાં વધતા સુરક્ષા જોખમને પગલે IndiGo એરલાઇન્સે રિયાધ, જેદ્દાહ, દમ્મામ અને મદીનાની આવતી-જતી ફ્લાઇટ્સ 17 ઓક્ટોબર સુધી રદ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ મુસાફરોને એરપોર્ટ જતાં પહેલાં સત્તાવાર વેબસાઇટ પર ફ્લાઇટનું સ્ટેટસ તપાસવાની અપીલ કરી છે.

એરલાઇન્સના જણાવ્યા અનુસાર, મુસાફરોને તેમની બુકિંગ વખતે આપેલી સંપર્ક વિગતો પર જરૂરી અપડેટ મોકલવામાં આવી રહ્યા છે. મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને સંબંધિત સત્તાવાળાઓ સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે.

રિયાધ એરપોર્ટની કામગીરી પણ સ્થગિત

સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી પણ સ્થગિત કરવામાં આવી હોવાના અહેવાલ છે. એરપોર્ટ ફરી શરૂ કરવા માટે સુરક્ષા અને સંચાલન સંબંધિત તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

હુથી જૂથના મિસાઇલ હુમલાના દાવાથી ચિંતા

યમનના હુથી જૂથે રિયાધના એરપોર્ટને નિશાન બનાવ્યાનો દાવો કર્યો હતો. બીજી તરફ, સાઉદી અરેબિયાએ રિયાધ તરફ છોડવામાં આવેલી બેલિસ્ટિક મિસાઇલને હવામાં જ નષ્ટ કરી હોવાની માહિતી આપી હતી. આ ઘટનાક્રમ વચ્ચે હવાઈ સેવાઓ પર અસર પડી છે. સાઉદી અરેબિયા જવા અથવા ત્યાંથી ભારત પરત ફરનારા મુસાફરોએ મુસાફરી પહેલાં પોતાની ફ્લાઇટ અંગેની તાજી માહિતી મેળવી લેવી જરૂરી છે.

Leave a Comment

और पढ़ें