ઉત્તર ભારતમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં મોટો પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ, કરા અને હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ, નવરાત્રિના પ્રારંભ સાથે ધાર્મિક સ્થળોએ ભક્તોની અવરજવર પણ વધી રહી છે. પ્રતિકૂળ હવામાન હોવા છતાં કેદારનાથ ધામમાં દર્શન માટે શ્રદ્ધાળુઓનો પ્રવાહ યથાવત જોવા મળી રહ્યો છે.
પ્રવર્તમાન યાત્રા સિઝનમાં અત્યાર સુધીમાં અંદાજે 17 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં દર્શન કરી ચૂક્યા છે. જોકે, આગામી દિવસોમાં ઠંડી, વરસાદ અને હિમવર્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.









