ઓમાનના દરિયામાં LPG સુપરટેન્કર માઇન્સની ઝપટે, જહાજમાં ભીષણ આગ લાગ્યાનો દાવો

હોર્મુઝ સ્ટ્રેટ નજીક દરિયાઈ તણાવ વચ્ચે ઓમાનના સમુદ્રી વિસ્તારમાં LPG સુપરટેન્કર ‘સનશાઇન’ માઇન્સની ઝપટે ચડતાં તેમાં ભીષણ આગ લાગી હોવાનો ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ઈરાનના જણાવ્યા અનુસાર, જહાજ ગેરકાયદેસર રીતે સમુદ્રી વિસ્તારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

આ ઘટનાને લઈને ઈરાને અમેરિકન સેનાને જવાબદાર ઠેરવી છે. બીજી તરફ, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે ચેતવણીનું પાલન ન કરવા બદલ ઈરાનના બંદરેથી નીકળેલા પનામાના ધ્વજવાળા કાર્ગો જહાજ ‘ઓશન મોલિકા’ પર ફાઈટર જેટથી હુમલો કર્યો હોવાનો અહેવાલ છે. આ હુમલામાં જહાજની પ્રોપલ્શન સિસ્ટમને નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાઓને પગલે હોર્મુઝ સ્ટ્રેટ આસપાસના વિસ્તારમાં દરિયાઈ સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

Leave a Comment

और पढ़ें