ખાંડના સ્ટોક પર સરકારની કડક નજર: ડીલરો માટે 1,000 ક્વિન્ટલની મર્યાદા, 15 દિવસમાં વેચાણ ફરજિયાત પંજાબ બોર્ડર પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: BSFની કાર્યવાહીમાં બે પાકિસ્તાની ઘુસણખોર ઠાર, ગુજરાત બોર્ડર પર પણ એલર્ટ PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર કરી વાત: “હુમલા સમયે હનુમાન ચાલીસા વાંચતો હતો, ભગવાને શક્તિ આપી” ઉમિયા ચોક નજીકથી રૂ.3.51 લાખનો કોપર સ્ક્રેપ ચોરનાર ટોળકી ઝડપાઈ: સગીર સહિત 7 શખસોની ધરપકડ, રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યું, LPGનો વપરાશ ઘટ્યો: PNG તરફ વધતા વલણની અસર વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર: ભારતની પ્રથમ ટક્કર 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે, 10મીએ પાકિસ્તાન સાથે મુકાબલો

ભારે વરસાદથી દેશના અનેક રાજ્યોમાં પૂરનો ખતરો : જમ્મુ-કાશ્મીરથી ઓડિશા સુધી નદી-નાળાં બે કાંઠે

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદે મુશ્કેલી વધારી છે. જમ્મુ-કાશ્મીરથી લઈને ઓડિશા અને સિક્કિમ સુધી નદી-નાળાઓમાં જળસ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો વધ્યો છે.

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભલેસા-ગંડોહ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે બજારો, રસ્તાઓ અને નદી-નાળાઓમાં પાણી ભરાયા છે. સતત વરસાદના પગલે સ્થાનિક વિસ્તારોમાં પૂરનું જોખમ ગંભીર બન્યું છે.

ઓડિશાના મયુરભંજ જિલ્લામાં પણ ભારે વરસાદથી નદીઓમાં પાણીની સપાટી સતત વધી રહી છે. કેન્દ્રપાડા જિલ્લામાં નેશનલ હાઈવે-53નો આશરે 100 મીટર હિસ્સો ધસી પડતાં ત્રણ ટ્રક ખાઈમાં ખાબક્યા હતા. સદનસીબે ટ્રકમાં કોઈ ડ્રાઈવર કે હેલ્પર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

સિક્કિમના ગ્યાલશિંગ જિલ્લામાં ભૂસ્ખલન બાદ અસરગ્રસ્ત પરિવારોને સલામત સ્થળે ખસેડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ તમિલનાડુના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. પહાડી રાજ્યોમાં 17 અને 18 ઓગસ્ટે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે પશ્ચિમ હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના છે. દિલ્હી-NCRમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Leave a Comment

और पढ़ें