પૂર્વાંચલ એક્સપ્રેસવે પર એમ્બ્યુલન્સ-પિકઅપ વચ્ચે ટક્કર, પાંચનાં મોત

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં વહેલી સવારે અકસ્માત; જયપુરથી મૃતદેહ લઈને પશ્ચિમ બંગાળ જતી એમ્બ્યુલન્સ પિકઅપ પાછળ ઘૂસી

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર આજે સવારે આશરે 6:30 વાગ્યે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુબેહા પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે પુરપાટ ઝડપે જતી એમ્બ્યુલન્સ આગળ જઈ રહેલા પિકઅપ વાહન પાછળ ઘૂસી ગઈ હતી. આ ટક્કરમાં એમ્બ્યુલન્સમાં સવાર પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

જયપુરથી મૃતદેહ લઈને પશ્ચિમ બંગાળ જતી હતી એમ્બ્યુલન્સ

એમ્બ્યુલન્સ રાજસ્થાનના જયપુરથી એક વ્યક્તિનો મૃતદેહ લઈને પશ્ચિમ બંગાળ તરફ જઈ રહી હતી. દરમિયાન પૂર્વાંચલ એક્સપ્રેસવે પર પિકઅપ સાથે ટક્કર થતાં એમ્બ્યુલન્સનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના પાંચ લોકોનાં મોત

અકસમાતમાં મૃત્યુ પામનારાઓમાં જયપુરના મકબૂલ ખાન (62), અલવરના હરિઓમ યોગી (33) તેમજ પશ્ચિમ બંગાળના અમીનુલ હક (32), રફીક (50) અને આલમનો સમાવેશ થાય છે. એક મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વતન લઈ જતી એમ્બ્યુલન્સમાં વધુ પાંચ લોકોનાં મોત થતાં પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ છે.

Leave a Comment

और पढ़ें